દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, કોઈ અછત નહીં – કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીનો વિશ્વાસજનક સંદેશ

જૂનાગઢ:
દેશભરમાં તંગદિલીની પરિસ્થિતિ વચ્ચે જનતામાં ખાદ્ય પદાર્થો અંગે ઉત્પન્ન થતી શંકાને દૂર કરવા માટે કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ તેમજ નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોશીએ સ્પષ્ટ અને વિશ્વાસજનક નિવેદન આપ્યું છે.

તેમણે કહ્યું કે, દેશમાં હાલ કોઈપણ આવશ્યક ચીજવસ્તુની અછત નથી. નાગરિકો ગભરાટમાં આવીને અનાજ કે દાળ જેવી વસ્તુઓ માટે ઉતાવળ ન કરે. પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, “અમે સામાન્ય જરૂરિયાત કરતાં અનેકગણો વધુ ચોખા, ઘઉં, દાળ, ખાંડ અને ખાદ્યતેલનો સ્ટોક ધરાવીએ છીએ.”

કેન્દ્રીય મંત્રીએ એવું પણ ઉમેર્યું કે ખોટા અફવાઓના શિકાર ન બનવું જોઈએ. તેમણે સાદો સંદેશ આપતાં કહ્યું કે, ખાદ્ય પદાર્થોના પુરવઠા અંગે સોશ્યલ મીડિયામાં ફેલાતા ખોટા સંદેશાઓ પર વિશ્વાસ ન કરવો. આવા સંદેશાઓ ભય ફેલાવવાની કોશિશ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશ પાસે તમામ મુખ્ય ચીજવસ્તુઓનો ભંડાર પૂરતો છે.

મુખ્ય આંકડાઓ:

  • ચોખાનો સ્ટોક: 135 LMTના બફર ધોરણ સામે 356.42 LMT
  • ઘઉંનો સ્ટોક: 276 LMTના બફર ધોરણ સામે 383.32 LMT
  • ખાંડ: આશરે 257 LMT ઉત્પાદન (સીઝન અંતે અંદાજે 50 LMTનું સ્ટોક બાકી રહેશે)
  • ખાદ્યતેલ: 17 લાખ મેટ્રિક ટનનો ઉપલબ્ધ સ્ટોક
  • સરસવના તેલની પણ પુષ્કળ ઉપલબ્ધિ

મંત્રીએ સ્પષ્ટ કર્યો કે જે વેપારીઓ કે વિક્રેતાઓ જરૂરિયાતથી વધુ ચીજવસ્તુઓ ભેગી કરીને જમાખોરી કરતા હશો, તેમની સામે આવશ્યક ચીજવસ્તુ કાયદાની કલમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ સમગ્ર નિવેદનથી સરકારના મક્ત હસ્તક્ષેપ અને ખાદ્ય સુરક્ષાને લઈને ગંભીરતા સ્પષ્ટ થાય છે, જેનાથી સામાન્ય જનતાને આત્મવિશ્વાસ મળશે કે જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠામાં વિક્ષેપ નહીં આવે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ