
દ્વારકા, 9 મે:
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાની જોખમને કારણે, દ્વારકા જિલ્લામાં સમુદ્ર સુરક્ષામાં મજબૂતી લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દ્વારકા જિલ્લો, જે ત્રણ તરફથી સમુદ્ર થી ઘેરાયેલો છે, દેશની સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
💬 દ્વારકા જિલ્લામાં, ઓખા, વાડીનાર અને સલાયા જેવા મહત્વના બંદરો છે, જે સમુદ્ર મથક માટે મહત્વ ધરાવે છે. અહીંના 23 ટાપુઓ પૈકી, 21 ટાપુ પર લોકો જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મજબૂત પેટરોલિંગ અને ચેકીંગ:
- સમુદ્ર સીમામાં મરીન પોલીસ, કોસ્ટ ગાર્ડ, નેવી, અને અન્ય એજન્સીઓ દ્વારા હવાઈ અને દરિયાઈ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે.
- બોટોનના ડોક્યુમેન્ટ્સ અને બંદર વિસ્તારમાંથી પસાર થતા તમામ વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
સંવાદદાતા:– ધર્મેન્દ્ર ઉપાધ્યાય, દ્વારકા