
અહેવાલ :- સંજય વાળા, ધારી
ધારીના જયસ્વાલ પરિવાર માટે આ વર્ષે HSC પરિણામ ભવ્ય ગૌરવ લઈને આવ્યું છે. ધ્રુવ જયસકુમાર જયસ્વાલે તાજેતરમાં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક શાળા (HSC) પરીક્ષામાં 99.95 ટકા PR પ્રાપ્ત કરીને સમગ્ર પરિવાર અને ધારી વિસ્તારનું નામ રોશન કર્યું છે.
📚 ધ્રુવની સફળતા માત્ર વ્યક્તિગત ન હોવા પામી, પરંતુ સમગ્ર જયસ્વાલ સમાજ અને શૈક્ષણિક ક્ષેત્ર માટે પણ એક પ્રેરણાદાયક ઘટના બની છે.
🌟 સમાજના આગેવાનો, શિક્ષકો અને સ્થાનિકોને ધ્રુવના ઘરે જઈને શુભેચ્છાઓ આપી શુભકામનાઓ વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયામાં પણ ધ્રુવ પર અભિનંદન વર્ષા થઈ રહી છે.
ધ્રુવનું લક્ષ્ય આગામી સમયમાં IIT અથવા મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવાનું છે અને તે તેના સપનાને સાકાર કરવા માટે સતત મહેનત કરી રહ્યો છે.
👏 ધ્રુવ જયસ્વાલને હાર્દિક અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ!