ધોરણ 10 નું રીઝલ્ટ જાહેર થતા કેશોદ કેન્દ્ર માં પાઠક સ્કૂલ પ્રથમ

આજરોજ ગુજરાત સેકન્ડરી સ્કૂલ ધોરણ 10 નું પરીણામ જાહેર થયેલ જેમાં બોર્ડ નું અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક પરીણામ 82.56 જાહેર થયેલ છે જે 30 વર્ષ નો રેકોર્ડ છે ગયા વરસ કરતા 17.94 ટકા વધુ પરીણામ જાહેર થયું છે.

બોર્ડ નાં 82.56 ટકા સામે કેશોદ કેન્દ્ર નુ પરીણામ 75.15 ટકા પરીણામ જાહેર થયું છે કેશોદ માં કુલ વિદ્યાર્થીઓ 1662 માંથી 1249 પાસ થયા છે જેમાં પાઠક સ્કૂલ કેશોદ નો વિદ્યાર્થી ધ્યેય ઝાંઝમેરિયા 584/600 માર્કસ અને 99.94 P R સાથે પ્રથમ રેંક સાથે કેશોદ કેન્દ્ર પ્રથમ રહ્યો છે તેમજ શાળાનું પરિણામ 100% આવ્યું છે .

કેશોદ ની GD વાછાણી વીદ્યાલય પણ આગળ આવ્યું

કેશોદ કેન્દ્રમાં બીજા સ્થાને જી. ડી. વાછાણી શાળાની વિદ્યાર્થીની શિંગાળા મહેક 99.93 P R સાથે આવેલ છે, ત્રીજા સ્થાને ન્યૂ એરા પ્રોફેસર અને જીનીયસ શાળા નાં વિદ્યાર્થી આવેલ છે
પાઠક સ્કૂલ નાં સંચાલક સમીર કણસાગરા નાં જણાવ્યા મુજબ તેમની શાળામાંથી દર વર્ષે કેન્દ્ર માં નંબર લાવે છે અને છેલ્લા ઘણા વર્ષોથી તેમની શાળાનું 100% પરિણામ આવે છે પાઠક સ્કૂલ કેન્દ્ર માં પ્રથમ આવતા શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફ તથા વાલીઓ માં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો અને એકબીજાને મીઠા મોઢા કરવી શુભેચ્છા પાઠવી હતી

કેશોદ ની PVM ઇન્ટરનેશનલ સ્કૂલ માં પણ ટોપ લેવલ નું રિઝર્ટ પ્રાપ્ત કરતા વિધાર્થીઓ

 

કેશોદ ની PVM ઇન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થીઓ એ Aગ્રેડ પ્રાપ્ત કરેલ છે જેમાં માકડીયા જિલ ને99.35 PR પ્રાપ્ત કર્યા છે ત્યારે શાળા સંચાલકો તરફ થી આગળ વધવા શુભ કામનાઓ પાઠવી હતી…

 

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)