ધોરાજીની રોયલ સાયન્સ સ્કૂલના શિક્ષક અજયભાઈ પાંચાણીને હાર્ટ અટેક આવતા અવસાન થતા સ્વ. નુ ચક્ષુદાન કરાયું.

જેતપુર

માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 290 મુ ચક્ષુદાન મળ્યું ધોરાજીના જેતપુર રોડ પર આવેલ રોયલ સાયન્સ સ્કૂલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા અજયભાઈ પાચાણી જેતપુર થી સ્કૂલ ખાતે હાજર હોય એવામાં એકાએક ઉલટીઓ થતાં અજયભાઈ ને રોયલ સાયન્સ સ્કૂલના રાજુભાઈ પેથાણી અને સ્ટાફે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવા હતા અજય ભાઈ ને મૃત જાહેર કરેલ હતા બાદમાં પીએમ બાદ સો અજયભાઈના પરિવારજનોને માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગરભાઇ સોલંકી એ ચક્ષુદાન કરવા અંગે જાણ કરાતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર જયેશ વસેટીએમ ડોક્ટર નિકુંજ ચોવટીયા મેડિકલ ટીમના દીપક ભાસ્કર અને પ્રતિક કનોડીયા સહિતનાઓએ ચક્ષુદાનની કામગીરી જેતપુરના સ્મશાન ગૃહ ખાતે વિશાળ સંખ્યામાં સ્વજનની હાજરીમાં ચક્ષુદાન કરાયેલ હતું

આ તો કે અજયભાઈના પુત્રના હાથે ચક્ષુદાન સ્વીકાર્યું હતું આતકે શક્તિભાઈ પાચાણી હરસુખભાઈ કથીરિયા જેનીશભાઈ ભાલારા શિક્ષણવિદ રાજુભાઈ પેથાણી ધીરુભાઈ પેથાણી વિમલભાઈ કોયાણી ભુપતભાઈ પાદરીયા જીગ્નેશભાઈ ચાવડા હિતેશભાઈ વૈષ્ણવ યોગેશભાઈ માવાણી વિપુલભાઈ અશ્વિનભાઈ રાબડીયા તેમજ સ્વજનો અને રોયલ સ્કૂલ સ્ટાફ પરિવાર સહિતના લોકો હાજર રહેલા હતા. આ તકે માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી જેતપુરના પાંચાણી પરિવારની સેવાઓને બિરદાવી ને સ્વ અજયભાઈ ને શ્રદ્ધા સુમનઅર્પણ કર્યા હતા માનવસેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને ચક્ષુદાન પખવાડિયા નિમિત્તે 290 મૂ ચક્ષુદાન મળેલ છે ધોરાજી અને આજુબાજુના વિસ્તારમાં દેહ દાન ચક્ષુદાન અને સ્કિન ડોનેશન માટે 98 98 70 17 74 અને 98 98 71 5775 તેમજ સરકારી હોસ્પિટલ ધોરાજી 028 24-220139 પર સંપર્ક કરવા વિનંતી કરાય છે ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)