ધોરાજી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને ભારે નુકસાન – ખેડૂતોને ભારે આર્થિક ફટકો


રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે કહેર વર્સાવ્યો છે. હમણાં પવન સાથે થયેલા આ અચાનક વરસાદના પગલે વિશેષ કરીને કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે પવનની અસરથી કેરીના વૃક્ષો પરથી પાકી ગયેલી કેરીઓ ઢળી પડી છે અને અનેક સ્થળોએ આખા વૃક્ષોને પણ નુકસાન થયું છે.

એક તરફ ખેડૂતો વર્ષભર સુધી ખેતમજૂરી કરીને કેરીનો પાક તૈયાર કરે છે અને બીજી તરફ આવતા સમયમાં બજાર માં યોગ્ય આવકની આશા રાખે છે, ત્યારે કમોસમી વરસાદે તેમનો સંપૂણ કોળિયો છીનવી લીધો છે. જેને કારણે હવે કેરીના ભાવોમાં પણ ઘટાડો નોંધાયો છે અને વેચાણ પર અસર થઈ રહી છે.

“અમે આખું વર્ષ મોહેનત કરીને આંબાનો પાક તૈયાર કર્યો હતો. હવે આખી કેરી ઢળી પડી છે. એક પણ રૂપિયો ન મળતો હોય એ સ્થિતિ આવી છે.”

“ભારે પવનના કારણે આખો ફાલ જમીન પર પડ્યો છે. આપણે જે રોકાણ કરેલું હતું એ બધું પાણીમાં વહેંચાઈ ગયું છે.”

“સરકારએ તાત્કાલિક સર્વે કરીને વળતર જાહેર કરવું જોઈએ. અમે આમદાનની આશા રાખીને પાક ઉછેર્યો હતો, હવે તો ખાલી હાથ રહ્યા છીએ.”

આ સમગ્ર પરિસ્થિતિએ ધોરાજી પંથકના બાગાયતી ખેડૂતોને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે. હવે ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક સહાય અને વળતરની માંગ સાથે રાહ જોઈ રહ્યાં છે.