નર્મદા જિલ્લાના રજુવાડીયાના ચોરીની બાઈક સાથે બે ચોર ને ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભરૂચ

ભરૂચ એલસીબીના પીઆઈ એમ.પી.વાળાને જીલ્લા એસપી મયુર ચાવડા દ્વારા મળેલી સૂચના મુજબ જીલ્લામાં થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી,વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે ફીલ્ડ તથા ટેકનિકલ સેલની ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી,આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવા ટીમોને જણાવ્યું હતું.આ બાબતે પીએસઆઈ એમ.એમ.રાઠોડ અને તેમની ટીમ ઉમલ્લા વિસ્તારમાં કામગીરીમાં ફરી રહી હતી.તે સમયે માહિતી મળી હતી કે બે ઈસમ શંકાસ્પદ નંબર પ્લેટ વગરની કાળા અને ભુરા કલરના પટ્ટાવાળી મોટર સાયકલ લઈને પાણેથા ગામ પાસે ઉભા છે.ટીમને માહિતી મળતા જ તાત્કાલિક સ્થળ પર પહોંચી માહિતી વાળા બે ઈસમ બાઈક સાથે દેખાતા તેઓને બાઈક સાથે ઝડપી પાડી ઉમલ્લા પોલીસ મથકે લાવી કડક પુછપરછ હાથ ધરતા બંને આરોપી ભાંગી પડ્યા હતા.

ચોરીની બાઈક અને મોબાઈલ સાથે ૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી..

પકડાયેલા આરોપીમાં એક ઈસમ કલ્પેશ ઉર્ફે શેવણીયા પ્રતાપભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ૫ મી ઓગષ્ટના રોજ તે અને તેનો મિત્ર વિનેશ વસાવા કનૈયાલાલ વસાવા તેની બાઈક લઈને નેત્રંગ તરફ આવ્યા હતા.જ્યાં મોવી માર્ગ પર કોચબાર ગામની સીમમાં ખેતરમાં પડેલી બાઈક ચોરી કરી હતી.જોકે તેઓ પકડાઈ ન જાય તે માટે આગળ પાછળની બાઇકની નંબર પ્લેટ કાઢીને ફેંકી દીધી હતી.આજ ફરીથી ચોરીની બાઈક લઈને ચોરી કરવા માટે ફરતા હોવાની કબૂલાત કરી હતી.જેથી એલસીબી એ ચોરીની બાઈક કિંમત રૂપિયા ૩૫,૦૦૦ તથા અંગજડતી માંથી મળેલા એક મોબાઈલ કિંમત રૂપિયા ૫,૦૦૦ મળી કુલ ૪૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)