“નવસારીમાં કમેલા રોડ થી કરિશ્મા ગાર્ડન સુધી ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકો પરેશાન!”
🛑 નવસારી શહેરના કમેલા રોડ થી કરિશ્મા ગાર્ડન સુધીના વિસ્તારમાં ગંદકી અને કચરાના ઢગલા ફેલાયેલા છે.
💧 ગંદા પાણીના ખાબોચિયાં અને મચ્છરોના વધતા ઉપદ્રવને કારણે સ્થાનિકો માં રોગચાળાની ભીતિ છે.
🚧 મહાનગરપાલિકાને અનેકવાર રજૂઆત છતાં, ગંદકી અને ખડકો પર કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
🤦♂️ સ્થાનિક નાગરિકો સ્વચ્છતા અભિયાન શરૂ કરવાનો નિર્ણય લઇ રહ્યા છે, પરંતુ પીવાના પાણીની લાઇનો નાખીને રસ્તામાં ખાડા અને ધૂળ ફરી વાળવા માટે કોઈ તંત્ર સુદ્ધાં નથી દેખાતું.
🛑 બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ તકલીફ પેડ રહી છે, અને આ પ્રકારની સ્થિતિમાં મહાનગરપાલિકાએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
અહેવાલ: આરીફ શેખ, (નવસારી)