નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ખડક ચઢાણની 10 દિવસીય શિબિર સફળતાપૂર્વક પૂર્ણ કરી

જૂનાગઢ, તા. ૬ મે ૨૦૨૫:
રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર કાર્યાલય, ગાંધીનગરના આયોજન અને પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢના સંચાલન હેઠળ અહીં યોજાયેલ ખડક ચઢાણ બેઝિક કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.

આ શિબિરમાં નવસારી કૃષિ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ફોરેસ્ટ્રીના ૩૦ વિદ્યાર્થીઓ અને ૫ સ્વખર્ચે જોડાયેલા વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૫ યુવતીઓ અને યુવકોએ ભાગ લીધો હતો. દસ દિવસ સુધી ચાલેલી આ સાહસિક તાલીમમાં વિદ્યાર્થીઓએ ખડક પર ચઢવાનું તથા પર્વતારોહણ સંબંધિત મહત્વપૂર્ણ કૌશલ્ય શીખ્યાં હતાં.

પૂર્ણાહુતી પ્રસંગે
શિબિર પૂર્ણાહુતિ કાર્યક્રમ દરમિયાન હારુનભાઈ વિહળ, કે.પી. રાજપૂત અને ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિવેક જોશી અને ભાર્ગવી વાઢેરે સંભાળ્યું હતું.

વિશેષ માહિતીઓ અને અનુભવ:

  • ઉપેન્દ્રસિંહ રાઠોડે શિબિરનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
  • તાલીમાર્થીઓમાંથી સુમિત પીપળીયા અને રાહુલ પ્રજાપતિએ તેમના અનુભવો શેર કરીને શિબિરની ઉપયોગિતા જણાવી હતી.
  • કે.પી. રાજપૂતે પર્વતારોહણના ઈતિહાસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને યુવાનોને આવી સાહસિક પ્રવૃત્તિઓમાં વધુ જોડાવાની અપીલ કરી હતી.
  • અંતે ઇન્સ્ટ્રક્ટર પ્રદીપકુમારે આભાર વિધી કરી હતી.

આ શિબિરના માનદ ઇન્સ્ટ્રક્ટરોમાં

  • અંબર વિષ્ણુ (રાજસ્થાન)
  • પ્રદીપકુમાર (રાજસ્થાન)
  • દશરથ પરમાર (પાટણ)
  • માર્ગી રાવલ (જૂનાગઢ)
    એ સાહસિક તાલીમ પૂરું પાડવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

અહેવાલ :નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ