નવસારી મહાનગરપાલિકા માઈનોર વિભાગે રખડતાં ઢોરોના માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શહેરના ઘણા વિસ્તારોમાં રખડતાં ઢોરોને કારણે સ્થાનિક રહેવાસીઓ માટે સમસ્યાઓ ઊભી થઈ રહી હતી જેમ કે માર્ગ ઉપર અવરોધ અને અકસ્માતના ખતરા આથી મહાનગરપાલિકા માયનોર વિભાગે ગણદેવી રોડ ઉપર રખડતાં ઢોરોને પકડીને પાંજરે પુરવા માટે તાત્કાલિક પગલાં લેવા શરૂ કર્યા હતા મહાનગરપાલિકાએ આજે એક વિશાળ અભિયાન ચલાવીને 10 જેટલા ઢોરોને પકડી પાંજરે પુરયા છે મહાનગરપાલિકા દ્વારા મળેલી માહિતી મુજબ આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકોની સલામતી અને ટ્રાફિકની સરળતા જાળવવાનો છે.
મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે રખડતાં ઢોરો શહેરમાં ન માત્ર અકસ્માતનું કારણ છે પરંતુ તેઓ સ્વાસ્થ્યના સંદર્ભમાં પણ જોખમ પેદા કરે છે. અમે સંપૂર્ણપણે આ સમસ્યાનું સમાધાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ આ અભિયાનમાં મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસ વચ્ચે સંકલન કરવામાં આવ્યું હતું જેના પરિણામે રખડતાં ઢોરોને ઝડપી લેવા અને તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં સફળતા મળી છે
આ અભિયાન દરમિયાન અનેક ઢોરોને પકડીને સ્થળાંતર કર્યાં છે અને આ કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. રહેવાસીઓએ આ કામગીરીના પરિણામે શાંતિ અનુભવી છે અને તેઓ મહાનગરપાલિકાના પ્રયાસો માટે આભાર વ્યક્ત કરી રહ્યા છે. આ અભિયાનથી સ્થાનિક સમુદાયમાં ભારે સંતુષ્ટતા જોવા મળી રહી છે અને લોકો આ પ્રકારની કામગીરીને જારી રાખવાની માંગ કરી રહ્યા છે જેથી શહેરને વધુ સુવ્યવસ્થિત અને સ્વચ્છ બનાવવામાં મદદ મળી શકે સ્થાનિક નાગરિકો આ કૃત્યને લઈને ખુશ છે મહાનગરપાલિકા આગામી દિવસોમાં વધુ અભિયાન યોજવા યોજના બનાવી રહી છે જેથી રખડતાં ઢોરોના મુદ્દાને વધુ અસરકારક રીતે નાબૂદ કરી શકાય.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)