નવસારી મહાનગરપાલિકા બનતાં ની સાથે નવસારીમાં અનેક વિસ્તારોમાંથી લારી, ગલ્લા પાથરણાં હટાવવામાં આવ્યા હતા અને એમનો સફાયો કરી રસ્તાને પહોળો કરવાની કામગીરી કરવામાં આવી હતી પરંતુ નવસારીની વર્ષો જૂની શાકભાજી માર્કેટમાં દબાણો હટાવવાની કોઈપણ પ્રકારની કામગીરી થતી નથી NMC ઓફિસ ની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં લારી, ગલ્લા પાથરણાં વાળા માથાભારે છે અગાઉ પણ પાલિકા દ્વારા લારી હટાવવા જતા લારીવાળાએ પાલિકાના અધિકારી પર હુમલો કર્યો હતો અને એમને ઘાયલ કર્યા હતા જેની પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી વર્ષોથી આ સમસ્યામાં નવસારી શહેરના નાગરિકો પરેશાન થઈ રહ્યા છે શાકભાજી માર્કેટની અંદર 20 થી 30 ફૂટ જેટલો રોડ છે,
છતાં આ રસ્તાને લારી, ગલ્લા પાથરણાં વાળાએ રસ્તાના વચ્ચે પોતાની દુકાનો લગાવી રસ્તો બંધ કરી દીધો છે અને રોડની બહાર દાદાગીરી પૂર્વક લારી, ગલ્લા પાથરણાં લગાવે છે હાલમાં આ માર્ગ ઉપર બે કાર સામસામે થઈ જાય તો ટ્રાફિક જામની સમસ્યા ઉદભવે છે MNC ઓફિસની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટ ઘણો મોટો વિસ્તાર છે પરંતુ અન આવડતના કારણે તમામ રસ્તાઓ ઉપર લારી, ગલ્લા પાથરણાંવાળાના કબજો, દબાણોના કારણે ટ્રાફિકજામની સમસ્યા રોજો રોજની સમસ્યા બની ગઈ છે અનેક વખતે લારી, ગલ્લા પાથરણાં વાળાને સમજાવ્યા છતાં કોઈનું માનવા તૈયાર નથી કોઈ વૃદ્ધ નાગરિક એમની મોપેડ માર્કેટમાં પાર્ક કરવા દેતા નથી હવે જોયું એ રહ્યું નવસારી નગરપાલિકા થી મહાનગરપાલિકા બનેલી અને સમગ્ર શહેરમાં લારી, ગલ્લા પાથરણાંને ઉઠાવવામાં સફળ કામગીરી કરનાર NMC એમની ઓફિસ ની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં દબાણ ઉભુ કરનારા લારી, ગલ્લા પાથરણાં હટાવશે? શાકભાજી માર્કેટ માં દબાણ કરનાર ઉપર સફાયો કરશે?? કે પછી દીવા તળે અંધારું રહેશે.
અહેવાલ: આરીફ શેખ (નવસારી)