શહેરની હોટલ રેસ્ટોરન્ટ અને ગલી મોહલ્લા માં ટેમ્પો માં પાણી ની ટાંકી મૂકી ને રોકટોક વગર ફેરિયાઓ પાણી વેચી રહ્યા છે શહેરમાં ચાલતા ગેરકાયદેસર આર.ઓ પ્લાન્ટ ઉપર પ્રતિબંધ મૂકનાર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ નાં અધિકારી ટેમ્પો માં પાણી વેચતા ફેરિયાઓ ને કેમ છાવરી રહ્યા છે.
નવસારી શહેરમાં હોટલ રામાનંદ અને આહાર વડાપાઉં જેવી હોટલ રેસ્ટોરન્ટ માં ટેમ્પો માં મુકેલી પાણી ની ટાંકી થી પાણી ખરીદવામાં આવતું હોવાના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાટેમ્પો માં મુકેલી પાણી ની ટાંકી માં કેટલા દિવસ થી પાણી ભરેલું છે.ટાંકી માં જીવાતો પડી ગયા હોય? ટાંકી માં લીલ બાઝી ગઇ હોય.દરેક જગ્યાએ રખડતા ટેમ્પો માં મુકેલી ટાંકી નાં પાણી ની શુદ્ધતા કેટલી? અને કોની પરવાનગી થી ફેરિયાઓ પાણી નું વેચાણ કરી રહ્યા છે.
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નવસારી વિજલપોર નગરપાલિકા વચ્ચે રમાઇ રહેલી ખો ખો ની રમત માં શહેર નાં નાગરિકો નું આરોગ્ય જોખમાય રહ્યું છે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ નાં અધિકારીઓ ને ટેમ્પો માં વેચાતા પાણી નાં ફોટા વિડિયો અને સમય સુધી ની જાણકારી આપવામાં આવી હોવા છતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ ને કાર્યવાહી કરવામાં કોઈ રસ નથી??ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પોતાના ડિપાર્ટમેન્ટ ને લાગતા કાયદા ની ચોપડી ખોલીને જાત જાતની કલમો શોધી છટકબારી શોધવામાં લાગ્યું છે નવસારી શહેર ની ગલી ગલી માં ફરીને માઈક લગાવી ટેમ્પો માં પાણી ની ટાંકી મૂકી ને ગેરકાયદેસર રીતે પાણી વેચતા ફેરિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કોણ કરશે?
અહેવાલ: આરીફ શેખ( નવસારી)