સુરત :
નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશ ચતુર્થીના દિવસે એમ.આઈ.સી.યુ, ઓપરેશન થિયેટર ખાતે, રેડિયોલોજી વિભાગની ઓ.પી.ડીમાં, ઓર્થોપેડીક વિભાગ પહેલા માળે વોર્ડમાં અને ગવર્મેન્ટ નર્સિગ કોલેજમાં વિધ્નહર્તા દેવની માટીની મૂતીની સ્થાપના કરવામાં આવી હતી. આજે સવારે પાણી ભરેલા મોટા તપેલામાં, ઓર્થો. વોર્ડમાં ટબમાં, એમ.આઇ.સી.યુ ખાતે ટબમાં નસગ કોલેજ કેમ્પસમાં ટબમાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે ઓપરેશન થિયેટરની શ્રીજીની મૂતને કૃત્રિમ તળાવમાં પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હોવાનુ સિવિલના નર્સિગ અગ્રણી અશ્વિનભાઈ પંડયાએ જણાવ્યું હતું. જોકે વિસર્જન દરમિયાન સિવિલ ખાતે રેડિયોલોજી વિભાગના કર્મચારી, નસગ વિધાર્થીની સહિતની વ્યક્તિની આંખમાંથી આંસુ સરી આવ્યા હતા. તે સમયે સિવિલના આર.એમ.ઓ ડો. કેતન નાયક, ડો.પૂર્વી દેસાઈ, ટેકનિશિયન કર્ણીક પટેલ અને ધુવ જરીવાલા સહિતના કર્મચારીઓ વિસર્જનમાં હાજર રહ્યા હતા.
અહેવાલ: અશ્વિન પાંડે (સુરત)