વેરાવળ તથા પોલીસ ઇન્સપેકટર તાલાળા જે.એન.ગઢવી સાહેબનાઓ દ્વારા શરીર સબંધી ગુના તથા મીલકત વીરૂધ્ધના ગુનાના કામે તથા વોરંટના કામે નાસતા-ફરતા આરોપીઓને શોધી અસરકારક કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય,
જે અન્વયે (૧) નામ.એડી.ચીફ.જ્યુડી.મેજી. કોર્ટ-રાજકોટ (સ્પે.નેગોશશ્યેબલ) કોર્ટના ફોજદારી કેસ નં-૪૫૨૧૪/૨૦૨૧ ના સજા વોરંટના નાસતા ફરતા આ કામના આરોપી-નારણભાઈ જીવાભાઈ વાળા-આહીર ઉ.વ.૬૦,ધંધો.ખેતી, રહે.તાલાળા ઠે.ગજાનંદ સોસાયટી.લેઉવા પટેલ સમાજ રોડ તાલાળા તા.તાલાળા વાળાનુ નામદાર કોર્ટ તરફથી સજા વોરંટ ઇસ્યુ થયેલ જે સજા વોરંટના કામે મજકુર આરોપી ઘણા લાંબા સમયથી નાસતો-ફરતો હોય જે અન્વયે તાલાલા પો.સ્ટેના પો.ઇન્સ.જે.એન.ગઢવી સાહેબએ મજકુર આરોપીને શોધી કોર્ટ હવાલે કરવા સુચના આપેલ હોય જે અન્વયે તાલાલા પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ આર.વી.પરમાર તથા પો.કોન્સ.અનિલભાઇ દાનાભાઇ સાંખટ તથા રજનીભાઇ દેદાભાઇ મોરી તથા નિર્મળસિંહ હરસુરસિંહ સિસોદીયા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ ટેક્નિકલ સોર્સ તથા ચોક્કસ બાતમી હકીકતના આધારે મજકુર આરોપીને પોતાની પીપળવા મુકામે આવેલ વાડીએથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટ હવાલે કરેલ છે.
અહેવાલ : પ્રકાશભાઈ કારાણી (વેરાવળ)