સુરત :
સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી શુક્રવારે રાત્રે અચાનક 22 દિવસ પછી મીડિયા સામે હાજર થયા હતા અને એવું નિવેદન કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ મને 2017માં ટિકીટ આપીને પરત ખેંચી લીધી હતી. જેથી મેં તેનો બદલો લીધો છે.
2017માં હું 20 હજાર લોકો સાથે ફોર્મ ભરવા નીકળ્યો અને મારે પરત આવવું પડ્યું
નિલેશ કુંભાણીએ કહ્યું હતું કે, 2017માં હું છ મહિનાથી મહેનત કરતો હતો અને છેલ્લે મારી ટિકીટ કાપી નાંખી હતી. કોંગ્રેસ મને પુછ્યું પણ નથી. મેં પ્રમુખને પુછ્યું કે , ટિકિટ કોને આપી છે. તેમણે કહ્યું મેન્ડેટ મળી ગયું હોય તો ફોર્મ ભરાવો. હું 20 હજાર લોકોને લઇને ફોર્મ ભરવા ગયો હતો. ત્યારે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે મને કહ્યું કે, તમે પાછા વળો. શું તે મારી સાથે ગદ્દારી નહોતી. અત્યારે ગદ્દારીની વાતો કરે છે. મારે ભાજપ સાથે કોઈ જ લેવા દેવા નથી તેવો ખુલાસો પણ કુંભાણી દ્વારા કરાયો હતો.
આપના નેતાઓ કે કાર્યકર્તાઓ મારી સાથે કામ કરતા હોય કે અહીંના કોર્પોરેટર મારી સાથે કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એને શું કરવા સાથે રાખો છો. એમના ફોટા કેમ રાખો છો. અમારા ફોટા કેમ નથી રાખતા. અમને કેમ સાથે નથી રાખતા.
મારી 2017માં કોંગ્રેસે ટિકીટ કાપી હતી, તેનો મેં બદલો લીધો છે: નિલેશ કુંભાણી
હું પિટિશન કરવા હાઇકોર્ટમાં ગયો હતો પણ કોંગ્રેસે મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થયો હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે નથી. હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું તે બાબતે મારા હિતેચ્ચું સાથે ચર્ચા કરીશું. ટેકેદારોનું અપહરણ થયુ ન હતુ
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)