નોબલ યુનિવર્સિટી, જૂનાગઢના વિદ્યાર્થીઓએ રક્ષાબંધન પર્વે પોલીસ સ્ટાફને રાખડી બાંધી, પ્રજા-પોલીસના અતૂટ બંધનને ઉજાગર કર્યું.

જૂનાગઢના ભેસાણ રોડ પર સ્થિત નોબલ યુનિવર્સિટીના મેનેજમેન્ટ અને આર્ટ્સ વિભાગના વિદ્યાર્થીઓએ રક્ષાબંધનના પાવન અવસર પર દેશના ગૌરવંતા નિતિરક્ષકો — ગુજરાત પોલીસ સાથે તહેવાર ઉજવ્યો.

તારીખ 8 ઓગસ્ટ, 2025ના રોજ, તહેવારના એક દિવસ પૂર્વે, નોબલ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓએ જૂનાગઢ શહેરના તમામ મુખ્ય પોલીસ સ્ટેશનોની મુલાકાત લીધી અને પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને રાખડી બાંધી ભાઈ-બહેનના પવિત્ર સંબંધને નિભાવ્યો.

IMBA, B.Com, BBA, MBA, BA અને BVOCના અંદાજે 70 વિદ્યાર્થીઓની ટીમે એ ડિવિઝન, બી ડિવિઝન, IG ઓફિસ, SP ઓફિસ, સી ડિવિઝન, તાલુકા પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ સ્ટેશન, LCB સહિત કુલ 12 પોલીસ સ્ટેશનોમાં જઈ રક્ષાબંધન ઉજવ્યો. આ પ્રસંગે પોલીસ સ્ટાફની સુરક્ષા, કલ્યાણ અને દેશસેવાના અભિનંદનરૂપે ભક્તિભાવ વ્યક્ત કરવામાં આવ્યો.

આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને આપણા વાસ્તવિક રક્ષકોના મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, જે રાષ્ટ્રની સુરક્ષા, શાંતિ અને શિસ્ત માટે સતત કાર્યરત છે.

આ સફળ આયોજન બદલ યુનિવર્સિટીના પ્રમુખ નીલેશ ધૂલેશિયા, ઉપપ્રમુખ ગિરીશ કોટેચા, મેનેજિંગ ટ્રસ્ટી વી. પી. ત્રિવેદી, કો-મેનેજિંગ ટ્રસ્ટી કે. ડી. પંડયા અને કુલપતિ ડૉ. એચ. એન. ખેર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. સંસ્થાના રજિસ્ટ્રાર અને ડીન ડૉ. જય તલાટીએ આ માહિતી આપી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ