પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર

જૂનાગઢ ખાતે ગુજરાત યુનિવર્સીટીમાંથી આવેલ ૯૪ ભાઈઓ અને બહેનોએ ખડક ચઢાણની બેઝીક તાલીમ પૂર્ણ કરી

રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર ઉપક્રમે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ગુજરાત યુનિવર્સીટી અમદાવાદ પ્રાયોજિત ખડક ચઢાણ બેઝિક કોર્સ ૧૦ દિવસ માટે જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાત યુનિવર્સીટીના ભાઈઓ અને બહેનોના ૮૯ તાલીમાર્થીઓ, સ્વ ખર્ચે ૫ સહીત કુલ ૯૪ તાલીમાર્થીઓએ તાલીમ લીધી હતી.


શિબિરના છેલ્લા દિવસના રોજ પૂર્ણાહુતી કાર્યક્રમ યોજાયો હતો .જેમાં તાલીમાર્થીઓ એ ગિરનારના અંબાજી ખાતે પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી કરી હતી. આ તકે હારૂન વિહળ, કે.પી. રાજપૂત, ઈન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ, પ્રો.સ્નેહાબેન પટેલ ,કે. એન. પટેલ ના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડે આપી હતી.


તાલીમાર્થી માલતીબેન ભમ્મર, સૌરભસિહ રાજપૂત, અને સીમા જાટ દ્વારા કેમ્પ ના અનુભવો વિષે તેમના અભિપ્રાય વ્યક્ત કરેલ હતો કે, પર્વતારોહણની તાલીમ શરૂઆતમાં અમને કોન્ફીડન્સ આવતો ના હતો પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ ના માર્ગદર્શનથી કોન્ફીડન્સ આવ્યો તથા પ્રકૃતિની સાથે રહી ને તાલીમ લેવાની મજા જ અલગ હતી. અહી બધા સાથે હળીમળી ને બધી પ્રવતિઓ કરી તે ખુબ ગમ્યું તેમ જણાવ્યુ હતું.અંતે આભાર વિધિ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપકુમાર એ કરી હતી. કાર્યક્રમનું સંચાલન બિહોલા નેહા તેમજ ભરવાડ રાકેશભાઈ એ કર્યું હતું.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)