સાબરકાંઠા
પત્રકાર એકતા પરિષદ ગુજરાત તેમજ સાબરકાંઠા જિલ્લા પત્રકાર એક્તા પરિષદના સંયુકત ઉપક્રમે તારીખ ૨૨-૮-૨૪ ના રોજ સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાંપડ મહાકાળી મંદિરના હોલમાં 29 મુ મહા અધિવેશન યોજાયું. આ અધિવેશનમાં પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવર બા પરમાર, પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદીપ સિંહ ધર્મેન્દ્ર સિંહ રાઠોડ (છોટુ ભા), તલોદ તાલુકા પંચાયત પ્રમુખ ડો. દશરથ સિંહ ઝાલા., ભાજપ અગ્રણી મહેન્દ્ર ભાઈ પટેલ (નવલ પુર), ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા, સમીમ બહેન પટેલ., કિરણભાઈ મલેશિયા, મનોજ ભાઈ રાવલ, અશ્વિન ભાઈ ઉપાધ્યાય., સંજય ભાઈ રાવલ, બિપિન ભાઈ જોષી, સત્યમ ભાટી, દુર્ગેશ જયસ્વાલ., સાનિયા દિવાન., અર્જુન ભાઈ ભાટી., સહિત સાબર કાંઠા.પત્રકાર એકતા પરિષદ ના તમામ હોદ્દેદારો, અરવલ્લી જીલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી યુ ટ્યૂબ ચેનલ., ડીઝીટલ મિડીયા., ના અંદાજીત ત્રણસો થી પણ વધારે પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ અભિવ્યશનમાં સાબરકાંઠા જિલ્લા પત્રકાર એકતા પરિષદના જિલ્લા પ્રમુખ તરીકે મેહુલભાઈ પટેલની ફરિવાર સર્વ સંમતિથી પસંદગી કરાઈ હતી. આ તબક્કે યાત્રાધામ સાંપડ મહાકાળી મંદિર ના ટ્રસ્ટીગણે પણ પત્રકાર એકતા પરિષદ ના 29 મા મહા અધિવેશન માટે જગ્યા ફાળવી એ બદલ સૌ પત્રકાર મિત્રોએ સાંપડ મહાકાળી મંદિર ટ્રસ્ટ નો આભાર માન્યો હતો.
અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (ખેડબ્રહ્મા)