જુનાગઢ રેન્જના આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથના પોલીસ અધીક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા નાયબ પોલીસ અધીક્ષક વી.આર. ખેંગારના માર્ગદર્શન હેઠળ
પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હંમેશા સતર્ક અને સેવા માટે તૈયાર છે
આજરોજ ખેડબ્રહ્મા જિલ્લાના એક પરિવાર સોમનાથ મંદિરે દર્શન માટે આવેલ
વિસ્તાર ભીડભેર હોવાને કારણે પરિવારની નાની બાળકી તનિશાબેન નયનકુમાર રાવળ ઉંમર ૬ વર્ષ ગુમ થઇ ગઈ
પરિવારજનોએ તરત પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં અહેવાલ નોંધાવ્યો
પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણની સુચના મુજબ કામગીરી હાથ ધરવામાં આવી
એ.એસ.આઇ. હિતેષભાઈ નોંઘણભાઈ તેમજ પો.હેડ.કોન્સ. ફુલદિપસિંહ જયસિંહ, પીયુષભાઈ કાનાભાઈ અને વુ.પો.હેડ.કોન્સ. દક્ષાબેન પરબતભાઈ સહિતની ટીમ તરત હરકતમાં આવી
સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરી અને હ્યુમન સોર્સના આધારે શોધખોળ શરૂ કરી
અંતે બાળકી જુના સોમનાથ મંદિર નજીકથી મળી આવી
પોલીસે બાળકીનું તેના પરિવાર સાથે સુખદ પુનર્મિલન કરાવ્યું
પરિવારજનોમાં હર્ષનો માહોલ છવાઈ ગયો
પોલીસે ફરી એકવાર સાબિત કર્યું કે “પોલીસ પ્રજાનો મીત્ર છે”
આ પ્રસંશનીય કામગીરી બદલ પોલીસ સ્ટાફને લોકમેળે અભિનંદન
અહેવાલ પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ