
શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી એવમ્ શ્રીમદ્ ભગવદ્ ગીતા (ગીતા જયંતી) નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 11-12-2024ને બુધવારના રોજ દાદાને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો. સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણ આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, અનેક ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)