પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા ઓનલાઇન માત્ર રૂ્.25 માં સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા નોંધાવી શકશે,ભક્તોને મળશે પોસ્ટ મારફત રુદ્રાક્ષ અને નમન ભસ્મ.

સોમનાથ

શિવ ભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ એવા શ્રાવણ રુપી ૩૦ દિવસિય શિવોત્સવ દરમિયાન શ્રી સોમનાથ મહાદેવ પર પ્રતિદિન લાખો બિલ્વપત્રો અર્પણ કરવામાં આવનાર છે. QR તથા ટ્રસ્ટ ની વેબસાઈટ પરથી ભક્તો બિલ્વ પૂજા ઘરેબેઠા નોંધાવી શકશે, અને આ બિલ્વાર્ચન સોમનાથ મહાદેવ ને પૂજારીશ્રી દ્વારા કરવામાં આવશે. ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવ ને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ પુણ્ય પ્રાપ્ત કરી શકે તેના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરી રહ્યુ છે. “માત્ર 25₹ માં બિલ્વ પૂજા સેવા”.

અગાઉ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી 2023, શ્રાવણ 2023,તથા મહાશિવરાત્રી 2024 પર ભક્તો માટે આ વિશેષ બિલ્વ પુજા સેવા” શરૂ કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં ભક્તો તરફથી સોમનાથ મહાદેવને બિલ્વપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પૂજાને ભક્તોનો વિક્રમ પ્રતિસાદ મળ્યો હતો. ત્રણે ઉત્સવોમાં 3 લાખ જેટલા પરિવારોએ આ પૂજા નોંધાવી હતી અને આ પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ, ભસ્મ અને બિલ્વપત્ર પોસ્ટ મારફત દેશભરમાં ભક્તોએ નોંધાવેલ સરનામા પર મોકલવામાં આવ્યા હતા.

શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા જણાવતા કેહવાયુ છે કે
त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधम।
त्रिजन्मपाप संहारं एक बिल्वं शिवार्पणम् ॥

શિવજીને ત્રણ પર્ણ વાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોના પાપો નાશ પામે છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને માત્ર 25₹ ની ન્યોછાવર રાશિ થી બીલીપત્ર પૂજન ના પુણ્ય અર્ચન ની સાથે-સાથે સોમનાથ ટ્રસ્ટ ભક્તો ના આપેલા એડ્રેસ પર બિલ્વપૂજા ના બીલીપત્ર, રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલશે.

ગત શ્રાવણ માસમાં આ બિલ્વપુજા પ્રારંભ કરવામાં આવી હતી જેને ભાવિકોનો વિક્રમજનક પ્રતિસાદ મળ્યો હતો. તમામ અપેક્ષાથી ઉપર જઈને દેશ ભરમાંથી 2.50 લાખ થી વધુ ભક્તોએ આ બિલ્વપુજાઓ નોંધાવી હતી. અને શ્રી સોમનાથ ટ્રસ્ટે તમામ ભકતોની બિલવપુજા ના યુટ્યુબ અને ફેસબુકના માધ્યમ થી ભક્તોને લાઈવ દર્શન કરાવ્યા હતા.સોમનાથ ટ્રસ્ટ દ્વારાભાવિકો ના સરનામે મોકલવામાં આવેલ રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ મેળવી ને મોટી માત્રામાં ભાવિકોએ આભાર વ્યક્ત કર્યો હતો. એટલુજ નહિ ભાવિકોને કોઈ કારણસર પ્રસાદ ન મળ્યો હોય તેમને ફરી પોસ્ટ કરીને અથવા મંદિર કાર્યાલયેથી રુદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ આપવામાં આવ્યા હતા. જેથી યાત્રીઓ આ પૂજા સેવાથી અતી પ્રસન્ન બન્યા હતા.

ત્યારે શ્રાવણ 2024 પર સોમામથ ટ્રસ્ટની આ આઇકોનિક માત્ર 25₹ બિલવપુજામાં ભાગ લેવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તા.12/07/2024 થી શ્રાવણ માસની અમાસ 03/09/2024 ની સવાર સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે. ત્યારે આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ https://somnath.org/BilvaPooja/ અથવા આપેલ QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે.

અહેવાલ :- દિપક જોશી ગીર (સોમનાથ)‌