પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્રએ 22 નવેમ્બર, 2024 (શુક્રવાર)ના રોજ ભાવનગર ડિવિઝન પર PHOD અધિકારીઓ સાથે સુરેન્દ્રનગર-લીંબડી-બોટાદ-ભાવનગર સેક્શનના વિન્ડો ટ્રેઇલિંગ સેફ્ટી ઇન્સ્પેક્શન કર્યું હતું. તેમણે આ સેક્શનમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની વિગતવાર માહિતી મેળવી હતી અને સંબંધિત અધિકારીઓને જરૂરી અને યોગ્ય નિર્દેશ આપ્યા હતા. તેમણે સુરેન્દ્રનગર-લીંબડી-બોટાદ-ભાવનગર સેક્શનના રેલ્વે સ્ટેશન, કોલોની, બ્રિજ, કર્વ, અન્ડરબ્રિજ, દવાખાના, 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલનું સુરક્ષા નિરીક્ષણ કર્યું હતું. લીંબડીમાં રેલ્વે કોલોની પરિસરમાં જનરલ મેનેજરની હાજરીમાં રેલ્વે સ્ટાફ અને તેમના પરિવારના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. રેલ્વે કોલોનીના નિરીક્ષણ દરમિયાન જનરલ મેનેજરે રેલ્વે કર્મચારીઓના પરિવારજનો સાથે વાત કરી અને તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો. જરૂરિયાત મુજબ તેમણે સંબંધિત અધિકારીઓને યોગ્ય નિર્દેશો પણ આપ્યા હતા.
ભાવનગર ટર્મિનસ સ્ટેશન ખાતે જનરલ મેનેજરે માનનીયા ધારાસભ્ય – ભાવનગર શ્રીમતી સેજલબેન રાજીવકુમાર પંડ્યા અને મંડલ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિના સભ્યો સાથે બેઠક યોજી હતી, ત્યારબાદ તેમણે મીડિયાના પ્રતિનિધિઓ સાથે પ્રેસ કોન્ફેરન્સ યોજી હતી. શનિવારે તેઓ ભાવનગર બ્રોડગેજ વર્કશોપનું નિરીક્ષણ કરશે. જનરલ મેનેજર દ્વારા નિરીક્ષણ દરમિયાન ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર અને ડિવિઝનના શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)