સુરત :
સુરતમાં બાળકીઓ પરના અત્યાચારો ઓછા થવાનું નામ ન લઈ રહ્યા હોય તેવા બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ત્રણ બાળકીઓ સાથે એક આધેડે અડપલાં કર્યા હતાં. આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે શારીરિક અડપલાં કરનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાંડેસરા વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં રહેતી ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતાં. જેથી આ અંગે બાળકીઓના વાલીઓ સહિતનાએ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી પાંડેસરા પોલીસે વિજય ભગવાનભાઈ ઇંગળેને ઝડપી પાડ્યો હતો. વિજય ઈંગળેએ બાળકીઓને ગાલના ભાગે કિસ કરી હતી.
અહેવાલ :- અશ્વિન પાંડે (સૂરત)