જૂનાગઢ
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ખરપતવાર અનુસંધાન નિર્દેશાલય જબલપુર મધ્યપ્રદેશના સૂચના મુજબ ડોક્ટર એમ. એમ. ત્રિવેદી વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી કામધેનુ વિશ્વવિદ્યાલય ગાંધીનગર અને ડો. પી.એચ.ટાંક આચાર્યશ્રી પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય જૂનાગઢના માર્ગદર્શન હેઠળ પાર્થેનીયમ (ગાજર ઘાસ) જાગૃતિ સપ્તાહનું આયોજન પશુ વિજ્ઞાન કેન્દ્ર ભૂતવડ ખાતે કરવામાં આવ્યું હતું.
આ ઉજવણી અંર્તગત ગાજર ઘાસ વિશેની માહિતી પોસ્ટર પર પ્રદર્શન તેમજ મૌખિક રીતે અને સ્થાનિક ભાષામાં પત્રિકાઓ દ્વારા જૂનાગઢ ખાતે વેટરનરી કોલેજના પૂર્વ-સ્નાતક પશુચિકિત્સાલય વિદ્યાર્થીઓ તેમજ પશુપાલન પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ આપેલી હતી.
પશુચિકિત્સા હોસ્પિટલમાં મુલાકાત લઈ રહેલા ખેડૂતોને ગાજર ઘાસ બાબતની માહિતી અને સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતુ. ગ્રામ પંચાયત ભુતવડના સરપંચ તથા પશુધન ફાર્મ ભુતવડના પશુચિકિત્સા અધિકારી, ભુતવડ ગામના ખેડૂતો અને યુવાઓ દ્વારા ગ્રામ પંચાયત કચેરી ભૂતવડ પાસે આયોજિત જાગૃતિ અભિયાનમાં બુથની મુલાકાત લેવામાં આવી હતી. “આપનો પરિસર ગાજર ઘાસ મુક્ત પરિસર” સંદેશ આપવા ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી. આ જાગૃતિ સપ્તાહ કાર્યક્રમ ના આયોજનમાં પશુ વિજ્ઞાન કેન્દ્ર ભૂતવડના નોડલ ઓફિસર ડોક્ટર એસ.ડબલ્યુ.સાવરકર અને વેટરનરી કોલેજ જૂનાગઢના ડોક્ટર દિનદયાલ સહપ્રાધ્યાપક અને પશુપોષણ વેટનરી એક્સટેન્શન વિભાગના વડાશ્રી અંકુર દેસાઈ પશુધન નિરીક્ષક દ્વારા યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, સરપંચ, ખેડૂતો, સરકારી અધિકારીઓ વગેરે જોડાયા હતા અને ગાજર ઘાસ અંગે માહિતી મેળવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)