પાલનપુરના વાઘણા ગામે રાજસ્થાનના પૂર્વ ધારાસભ્યએ સમૂર્તિ ઈરાની પર તાક્યું નિશાન

પાલનપુરના વાઘણા ગામે રાજસ્થાનના પૂર્વ ધારાસભ્યએ સમૂર્તિ ઈરાની પર તાક્યું નિશાન

પાલનપુર

પાલનપુર તાલુકાના વાઘણા ગામે આજે કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સમર્થનમાં જનસભા યોજાઈ હતી જેમાં રાજસ્થાનના પૂર્વ ધારાસભ્યએ મોંઘવારી મુદ્દે ભાજપને આડે હાથ લીધી હતી.

બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અને રાજસ્થાનના કોંગ્રેસ નેતાઓએ વાઘણા ગામે ગેનીબેન ઠાકોરના સમર્થનમાં જનસભાને સંબોધી હતી.

રાજસ્થાનના સિરોહી શિવગંજના પૂર્વ ધારાસભ્ય સંયમ લોઢાએ ભાજપ સામે આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે ભાજપ સરકારના છેલ્લા દસ વર્ષના શાસન દરમિયાન મોંઘવારી આસમાને પહોચી છે તેમણે ગેસ બોટલના વધેલા ભાવ અંગે ભાજપના મહિલા નેતા સમૂર્તિ ઈરાની પર નિશાન તાકયુ હતું. સાથે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને વોટ આપી જંગી બહુમતીથી જીત અપાવવા માટે પણ અપીલ કરી હતી.

સભામાં ગ્રામજનોએ ગેનીબેનને ભારે સમર્થન જાહેર કરી કોંગ્રેસને જીત અપાવવા માટેની ખાતરી આપી હતી ત્યારે કોંગ્રેસે સ્થાનિક સમસ્યા ઓને દૂર કરવા માટે પણ ગામલોકોને આશ્વાસન આપ્યું હતું.

 

 

અહેવાલ :- ગુજરાત બ્યુરો