પાલનપુર: પદવીદાન સમારંભ માટે તૈયારી બેઠક યોજાઈ, જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં સુચારુ આયોજન!!

પાલનપુર, 05 માર્ચ 2025
આગામી 06 માર્ચ 2025 ના રોજ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ વિશ્વ વિદ્યાલય ખાતે 20મો વાર્ષિક પદવીદાન સમારંભ યોજાવાનો છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આ સમારંભમાં અધ્યક્ષપદે ઉપસ્થિત રહેશે.

સમગ્ર કાર્યક્રમ સુચારુ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ ની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

વિગતવાર આયોજન અને ચર્ચાઓ

આ બેઠકમાં જિલ્લાના સંબંધીત અધિકારીઓએ વિવિધ આયોજન પર ચર્ચા કરી, જેમાં પ્રોટોકોલ, સુરક્ષા વ્યવસ્થા, વીજ પુરવઠો, તથા પ્રચાર-પ્રસારની વ્યવસ્થા અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા.

આ બેઠકમાં વિશ્વ વિદ્યાલયના પ્રતિનિધિઓ અને જિલ્લાની પ્રશાસનિક ટીમ ઉપસ્થિત રહી હતી અને દરેક વિભાગને પોતાની જવાબદારી નિશ્ચિત કરી આપવામાં આવી.

આ મહત્ત્વપૂર્ણ સમારંભમાં વિદ્યાર્થીઓ, અભિવાવકો, શિક્ષકો અને વિશિષ્ટ મહેમાનો ઉપસ્થિત રહેશે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે આ સમારંભ એક મહત્ત્વપૂર્ણ તબક્કો સાબિત થશે.

📍 લોકેશન: પાલનપુર | અહેવાલ: માહિતી બ્યુરો