પાલનપુર બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચએ અંબાજી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી બિયર તેમજ મોટરસાયકલ મળી કુલ કિ.રૂ.૨૬૯૨૦/- ના મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠા

અંબાજી પો.સ્ટે. વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી બિયર બોટલ નંગ.૧૨ કિ.રૂ.૧૯૨૦/- તથા મો.સા કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૬૯૨૦/- ના મુદ્દામાલ લોકલ ક્રાઈમ બ્રાંચ જપ્ત કર્યો

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક,સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોઈ જે અન્વયે,શ્રી એસ.બી.રાજગોર, ઈ.પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી.પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ, એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા

દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે કોટેશ્વર ત્રણ રસ્તા પાસે વોચ તપાસમા હતા દરમ્યાન મો.સા રજી નં.RJ-38-SE-7197 નો ચાલક પોતાનુ મોસા મુકી નાસી ગયેલ અને સદર મો.સા ઉપર લગાવેલ થેલા માથી ભારતીય બનાવટના બિયર બીયર બોટલ નંગ.૧૨ કિ.રૂ.૧૯૨૦/- તથા મો.સા કિ.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૬૯૨૦/- નો મુદામાલ મુકી નાસી ગયેલ હોઈ મો.સા રજી નં.RJ-38-SE-7197 ના ચાલક વિરુધ્ધ અંબાજી પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

અહેવાલ:- ગુજરાત બ્યુરો