👉 કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઈન્ટર્નશીપ યોજના (PM Internship Yojana) નું આરંભ યુવાનોને ટોચની કંપનીઓમાં કામનો અનુભવ મળવો અને તેઓના કારકિર્દી વિકાસને પ્રોત્સાહન મળે તેવા હેતુથી કરવામાં આવ્યો છે. ઇન્ટર્નશીપ માટે જોડાયેલા યુવાનોને ૧૨ માસ માટે દર મહિને ₹5000 નું સ્ટાઇપેન્ડ અપાશે.
➡️ પાત્રતા શરતો:
✅ શૈક્ષણિક લાયકાત:
- SSC/HSC/I.T.I./Diploma/Graduate પૂર્ણ કરેલું હોવું જોઈએ.
✅ ઉંમર મર્યાદા: - ૨૧ થી ૨૪ વર્ષ
✅ ઉમેદવાર: - સંપૂર્ણ સમયની રોજગારી અથવા શિક્ષણ ન મેળવતા હોવા જોઈએ.
✅ કુટુંબમાં સરકારની નોકરી: - ઉમેદવારના કુટુંબમાંથી કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ.
✅ વાર્ષિક આવક મર્યાદા: - નાણાકીય વર્ષ 2023-24 માટે કુટુંબની વાર્ષિક આવક ₹8 લાખથી વધુ ન હોવી જોઈએ.
✅ અન્ય શરતો: - રાજ્ય અથવા કેન્દ્ર સરકારની કોઈપણ સ્કીમ હેઠળ અગાઉ સ્કિલ કોર્ષ/એપ્રેન્ટિશીપ/ઈન્ટર્નશીપ ન કરેલ હોવું જોઈએ.
➡️ ઓનલાઈન અરજીની પ્રક્રિયા:
📅 છેલ્લી તારીખ: 31-03-2025
🌐 ઓનલાઈન અરજી લિંક: 👉 www.pminternship.mca.gov.in
➡️ અન્ય માહિતી માટે:
📞 વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથનો સંપર્ક સાધવો.
📍 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ