રાષ્ટ્રીય કક્ષાએ ક્ષેત્રિય શિક્ષા સંસ્થાન”(NCERT) ભોપાલ ખાતે પાંચ દિવસ કાર્યશાળામાં ગુજરાત રાજ્ય , મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ,દીવ – દમણ રાજ્ય સાથે કાર્યશાળનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળામાં દેશી રમકડાં,કાપડ,માટી,કેરી ગોટલી,નાળિયેર, છાણ,મોતી, પપેટ,વાંસ, લાકડાં, વગેરે રમકડાંનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો.આ કાર્યશાળનું મુખ્ય ઉદ્દેશ્ય નવી શિક્ષણ નીતિમાં શિક્ષણ સાથે રમકડાં અને કઠપૂતળીનો શિક્ષણમાં ઉપયોગ થાય તે હેતુથી રાષ્ટ્રીય કક્ષાએથી બુકનું નિર્માણ કરવાનો છે તથા વિડિયો શૂટિંગ દ્વારા રમકડાં તથા પપેટની ડોક્યુમેન્ટરી બનાવવામાં આવશે. પોરબંદર જિલ્લામાંથી રાણાવાવ તાલુકાની શ્રી આદિતપરા પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક ડૉ પ્રજ્ઞાબેન જોષીની પસંદગી ગોબરના રમકડાં માટે થઈ હતી, પ્રજ્ઞાબેન દ્વારા ગોબરના પ્રાચીન રમકડાં બનાવવામાં આવ્યા હતા જેનો ઉપયોગ બાળકોના સ્વાસ્થ્ય માટે સારો ગણવામાં આવે છે તથા આ ગોબર ના રમકડાં તૂટવાથી પણ ખાતર બની જમીનમાં ભળી જાય છે તેથી આ રમકડાંનો ઉપયોગ બાળક તેમજ પર્યાવરણ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે, ડૉ. પ્રજ્ઞાબેન દ્વારા શાળામાં બાળકો માટે શિક્ષણના ઉપયોગ માટે તથા પ્રાચીન ગ્રામ્ય જીવનની જાણકરી માટે આવા ગોબર ના અવનવાં રમકડાં બનાવવામાં આવ્યા હતા જેથી તેમના રમકડાંની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ ક્ષેત્રિય શિક્ષા સંસ્થાન NCERT ભોપાલ દ્વારા કરવામાં આવી હતી.
સંસ્થાના પ્રિન્સીપાલ પ્રો.ડો.જયદીપ મંડલ,પ્રો.ચિત્રા સિંહ,પ્રો.નિધિ તિવારી,ડો.અર્નબ સૌરભ તથા ડો.ગંગારામ મહતોની ઊપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત થઈ હતી તેમજ શુભેરછા પાઠવાવમાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો.સુરેશ મકવાણા તેમજ ડૉ. અંકિતા જૈન દ્વારા કરવામાં આવ્યું હતું.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)