પોશીનાથી હડાદ તરફ જતા રોડ પર પડેલ ખાડાથી અકસ્માત થવાનો ભય

સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાથી હડાદ તરફ જતા અને પોશીનાને જોડતા મહત્વના રસ્તા ઉપર દરરોજ મોટા પ્રમાણમાં નાના મોટા સાધનોની અવર જવર રહેતી હોય છે તેવા સંજોગોમાં આ રોડ પર આવેલ કાળીદેવીના ભઠ્ઠા પાસે કોન્ટ્રાકટર દ્વાર પાણીની પાઇપ લાઈન નાખવા માટે ડામર રોડને તોડી ક્રોસ કરી અંદાજે એક વર્ષ પહેલાં પાઇપ લાઈન નાખેલ હતી . ત્યારબાદ કોન્ટ્રાકટર દ્વારા પાઇપ લાઈન ક્રોષની કામગીરી કરી તોડેલ રોડ ઉપર સામાન્ય માટી નાખી કહેવા પૂરતું મરામત કરી છોડી દીધેલ હતું. સમયાંતરે નાખેલ માટીનું પુરાણ નીકળી જતા રસ્તામાં ખાડો થયેલ છે અને જેના લીધે આવતા જતા વાહનોને પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે અને રાત્રીના સમયે અથવા દિવસે અકસ્માત થવાનો મોટો ભય લોકોને સતાવી રહ્યો.છે

અહેવાલ : – ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)