જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નીલેષ જાંજડીયા સાહેબ તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી ઇન્ચાર્જ ભગીરથસીંહ જાડેજા સાહેબનાઓ દ્વારા જુનાગઢ જીલ્લામાં બનતા ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરી જે અન્વયે મદદનીશ પોલીસ અધિ.શ્રી રોહીતકુમાર સાહેબ વિસાવદર વિભાગ, વિસાવદર નાઓના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.એસ.પટેલ સાહેબે સુચના આપેલ હોય કે વિસાવદર પો.સ્ટે. ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્સ. આર.ડી.રોહીત નાંઓએ વિસાવદર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૩૦૭૦૨૫૦૦૨૩/૨૦૨૫ BNS કલમ- ૩૧૬ (૨), ૩૧૮ (૪), ૩૧૯ (૨), ૩૩૬ (૨), ૩૩૬ (૩), ૩૩૮,, ૩૪૦ (૨), ૩૪૧,૬૧ (૨) (એ) મુજબનાં કામનાં આરોપી ઇકબાલઅહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રી, મુસ્લીમ રહે.રાજપીપળા, વણકરવાડ, શાક માર્કેટ પાસે, તા.રાજપીપળા, જી.નર્મદા વાળાને ટેકનીકલ એનાલીસીસ તથા હુમનસોર્સનાં આધારે માહિતી મેળવતા આરોપી વડોદરા શહેર ખાતે હોય વડોદરા શહેર ક્રાઇમ બ્રાચની ટીમની મદદ મેળવી ઉપરોકત આરોપીને તા.૧૩/૦૨/૨૦૨૫નાં રોજ વડોદરા ખાતેથી પકડી લાવી ગુન્હાનાં કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે,
પકડાયેલ આરોપી- ઇકબાલઅહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રી, મુસ્લીમ ઉ.વ.૫૨, ધંધો.વેપાર, રહે.મુળ રાજપીપળા, વણકરવાડ, શાક માર્કેટ પાસે, તા.રાજપીપળા, જી.નર્મદા હાલ-સોમાતળાવ સાંઇ દર્શન એપાર્ટમેન્ટ નં.૭૦૪ ભારત પેટ્રોલ પંપ સામે વડોદરા ગુન્હાની એમ.ઓ. સરકારી નોકરી અપાવાના નામે બનાવટી કોલ લેટર આપી નોકરી મેળવવા ઇચ્છતા યુવાનો પાસેથી પૈસા પડાવી લેવાનો
ગુન્હાહિત ઇતિહાસ- આરોપી અગાઉ આ જ પ્રકારનાં નોકરી અપાવાના ગુન્હામાં રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૮૭/૨૦૨૧ આઇ.પી.સી. ક.૪૦૬, ૪૨૦, ૪૬૭,૪૬૮,૪૭૧ મુજબનોં ગુન્હો દાખલ થયેલ છે,
કબ્જે કરેલ મુદામાલ- એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૨ કીં.રૂ.૧૧,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે
સારી કામગીરી કરનારા પો.અધિકારી/પો.કર્મચારીઃ-
આ કામગીરીમા પો.ઇન્સ. આર.એસ.પટેલ તથા પો.સબ.ઇન્સ. આર.ડી.રોહીત તથા પો.કોન્સ. હિંમતભાઇ ડાયાભાઇ તથા પો.કોન્સ. રજનીકભાઇ મનસુખભાઇ તથા ડ્રા. હેડ કોન્સ. જેસીંગભાઇ વાળા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી કામગીરી કરેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)