સોમનાથ
દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો ભવ્યાતિભવ્ય પ્રારંભ થયો છે. શ્રાવણનો પ્રથમ દિવસે જ સોમવાર હોય સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવના દર્શન કરવા દેશભરમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. શ્રાવણના પ્રથમ સોમવારે જ અભૂતપૂર્વ સંખ્યામાં ભક્તો ઉમટતા ભક્તોનો મહાસાગર જોવા મળ્યો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરી ભક્તિનું ભાથું બાંધવા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા છે. વેહલી સવારથી જ ભાવિકોનો પ્રવાહ અવિરત પણે સોમનાથ મંદિરમાં શરૂ રહ્યો હતો. સવારે 04 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 20,000 જેટલા ભાવિકોએ સોમનાથ દાદાના દર્શન કર્યા છે.
સવારના 04:00 વાગ્યા સુધીમાં મંદિરના દ્વાર ભાવિક ભક્તો માટે ખુલ્યા
સવારે 04:00 થી 10:00 સુધીમાં 6 કલાક દરમિયાન 20,000 જેટલા દર્શનાર્થીઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
વહેલી સવારથી જ ભક્તોએ શિવ નામનું રટણ કરતા સોમનાથ મહાદેવના દર્શન પ્રાપ્ત કરવા કતારો લગાવી
સોમનાથ મહાદેવની પાલખી યાત્રામાં હજારો શ્રધ્ધાળુઓ જોડાયા
“હરહર મહાદેવ,બમબમ ભોલે” ના નાદ થી પ્રભાસ તીર્થ ગુંજી ઉઠ્યું.
શ્રાવણ પ્રારંભ:
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી શ્રી જે.ડી.પરમાર સાહેબના હસ્તે ૩૦ દિવસે અવિરત મહામૃત્યુંજય યજ્ઞનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તેમજ શ્રાવણની પ્રથમ ધ્વજાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી દિલીપ ચાવડા સહિત ટ્રસ્ટ પરિવાર જોડાયો હતો.
પાલખી યાત્રા
સોમનાથ તીર્થની પ્રણાલિકા અનુસાર સવારે સોમનાથ મહાદેવની પ્રતિકૃતિ સ્વરૂપે મંદિર પરિસરમાં પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તો જોડાયા હતા.
અહેવાલ :- દિપક જોશી (પ્રાચી ગીરસોમનાથ)