સુરત :
સુરતમાં સામાન્ય વરસાદે સિવિલ હોસ્પિટલની પોલ ખોલી દીધી છે. સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયાં છે. સીવીલ હોસ્પિટલના RMO ઓફિસની બહાર જ લોબીમાં પાણી ભરાયાં હતાં. હોસ્પિટલની લોભી સહિત કેમ્પસમાં પાણી ભરાઈ જતા દર્દી સહિત પરિવારજનોને હાલાકી ભોગવવી પડી હતી. પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરમાંથી વરસાદી પાણી ઉભરાતા સમસ્યા સર્જાઈ હતી. સિવિલ તંત્ર દ્વારા ચોમાસુ બેસે તે પહેલા ડ્રેનેજ લાઈનનાં ચેમ્બરોની સફાઈ કરવાની હોય છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી નહીં કરવામાં આવતા સિવિલ હોસ્પિટલની લોબી સહિત હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાયા હતા.
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. સુરત શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદનું ફરી આગમન થયું હતું.જ્યારે વરસાદે સિવિલ હોસ્પિટલની પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખોલી દીધી હતી. સિવિલ હોસ્પિટલની ડ્રેનેજ સહિત વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરો માંથી વરસાદી પાણી ઉભરાતા ROM લોબી સુધી પાણી ભરાઈ ગયું હતું.
સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓ સહિત દર્દીના પરિજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી. દર્દી હોય કે પરિજનો નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને આ વરસાદી પાણી માંથી જ પસાર થવું પડ્યું હતું. પાણી ભરાવાના કારણે તાત્કાલિક પાણી બહાર કાઢવા માટે કામે લગાવી દેવામાં આવ્યા હતા. પહેલા જ વરસાદમાં આ રીતની સ્થિતિથી સિવિલ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
ચોમાસુ બેસે તે પહેલા સિવિલ હોસ્પિટલના તંત્રને પ્રિ મોન્સુનની કામગીરી કરવાની હોય છે. હોસ્પિટલમાં આવેલા તમામ ડ્રેનેજ વરસાદી નિકાલ માટે બનાવવામાં આવેલ પાણીના ચેમ્બરોની સાફ-સફાઈ કરવાની હોય છે. પરંતુ તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં નહિ આવતાં સિવિલ હોસ્પિટલની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરોમાંથી પાણી ઉભરાતા પાણી ભરાયા હતા.
અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)