પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ત્રિદિવસીય મુલાકાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા આવાસોનું તેઓ લોકાર્પણ કર્યું.

ગુજરાત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15-16-17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લીધી.આ ત્રિદિવસીય મુલાકાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા આવાસોનું તેઓ લોકાર્પણ કર્યું . ત્યારે ચાલો, મળીએ એવા પરિવારને જેમનું “ઘર ના ઘર” નું સપનું સાકાર કરવામાં સરકારની આવી આવાસ યોજનાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

ઝડપથી વિકસી રહેલા ભારતમાં દરેક નાગરિકને માથે છત હોય એ આજની જરૂરિયાત છે. આ બાબત ને લક્ષમાં લઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પી.એમ.આવાસ યોજના આરંભી. અને આ યોજનાને ગુજરાતમાં સાકાર કરી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. રાજ્ય સરકાર ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવા લાખો પરિવારોને આપી રહી છે આર્થિક સહાય.

ગુજરાતમાં પી.એમ.આવાસ યોજના હેઠળ 14 લાખ ઘરનું નિર્માણ થયું છે. 2024 ના ફેબ્રુઆરી માસમાં જ આ પૈકીના 1.3 લાખનું લોકાર્પણ કરાયું હતું.

ગુજરાત સરકાર આર્થિક રીતે નબળા વર્ગોને આવાસની સગવડ આપવા અથાક પ્રયાસ કરી રહી છે.

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટે ઓથોરિટીએ ઝુંડાલમાં બનાવેલા 1100 થી વધુ મકાનો તેની સાક્ષી પૂરે છે.અહી દરેક ઘરમાં બેડરૂમ, ડ્રોઇંગ રૂમ, સ્ટડી રરોમ, કિચન અને 2 વોશરૂમ જેવી ઉત્તમ સુવિધા છે.

આ પ્રોજેકટમાં 20 બ્લોક છે. જેના 7 માળ છે. અને દરેક માળ પર 8 ઘર છે. અહી પાર્કિંગ જેવી સુવિધા રહેવાસીઓનું જીવન વધુ આસાન બનાવે છે. અહી સોલર રૂફ ટોપથી પર્યાવરણ સંરક્ષણનું કામ થાય છે, તો ચિલ્ડ્રન પ્લે એરિયા નાના ભૂલકાં ઓને રમવાની મોકળાશ પૂરી પાડે છે.

ભાવના પરમાર યોજનાના આવા જ એક લાભાર્થી છે અને તેમની ખુશી આપની સાથે વહેંચે છે.

પ્રોજેક્ટ સાથે સંકળાયેલા અધિકારી સમગ્ર પ્રોજેક્ટનો ચિતાર આપે છે.આમ,ગરીબ અને મધ્યમ વર્ગની આવાસની જરૂરિયાત પૂર્ણ કરવામાં પી.એમ.આવાસ યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

અહેવાલ:- બ્યુરો રિપોર્ટ (અમદાવાદ)