ગિર સોમનાથ જીલ્લા મેજિસ્ટ્રેટ એન.વી. ઉપાધ્યાય દ્વારા વેરાવળ તાલુકાના પ્રભાસપાટણમાં શ્રી સરકાર સદરેની સ.નં. ૧૮૫૧ અને ૧૮૫ર વાળી જમીન પર પ્રવેશ અને દબાણ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
સરકારી જમીનની જાળવણી અને અનઅધિકૃત ધાર્મિક દબાણ અટકાવવા માટે સરકારે મહેસુલ વિભાગના નિયમો અને સુપ્રિમ કોર્ટના આદેશોને આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં અહીં થયેલા ધાર્મિક પ્રકારના અનઅધિકૃત દબાણ દુર કરવામાં આવ્યા છે.
જમીન પર અનધિકૃત પ્રવેશ અથવા દબાણથી સામાજિક ઘર્ષણ, કોમી હિંસા, અને તોફાનોની સંભાવના રહેલી હોવાથી, જાહેર સુલેહ, શાંતી અને કાયદો વ્યવસ્થાને જળવાઈ રહે તે માટે આ પગલાં લેવામાં આવ્યા છે.
જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે કંપની આ જમીન પર પ્રવેશ કરશે તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 163 મુજબ કાનૂની કાર્યવાહી થશે.
જાહેરનામુ તા. ૧ જૂન 2025થી 60 દિવસ સુધી અમલમાં રહેશે.
આ હુકમના ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ