પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના જિલ્લા અંદરના પ્રેરણા પ્રવાસનું થયેલ આયોજન.

સાબરકાંઠા

પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત ખેડબ્રહ્મા તાલુકાના જુદા જુદા ગામના ખેડૂતોને વડાલી તાલુકાના કુબાધરલ કંપા અને હાથરવા કંપામાં પ્રાકૃતિક ખેતી કરતા મહેન્દ્રભાઈ પટેલ અને સેવંતીભાઈના ખેતરની મુલાકાત લીધેલ. પંચસ્તરીય મોડેલ ફાર્મ જેમાં ટામેટા, ગલગોટા આંબા, ગવાર અને જામફળ વિગેરે જુદા જુદા પાકનું પાંચસ્તરીય ફાર્મ તૈયાર કરેલ છે. આ વર્ષમાં રાજ્યમાં દસ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે અભિયાનના ભાગ રૂપે આ પ્રેરણા પ્રવાસ ખૂબજ ઉપયોગી થશે. સદર પ્રેરણા પ્રવાસનું સુંદર આયોજન ખેડબ્રહ્મા તાલુકાની આત્મા ટીમ દ્વારા કરવામાં આવેલ.

અહેવાલ :- ચંદ્રકાન્ત પ્રજાપતિ, ખેડબ્રહ્મા (સાબરકાંઠા)