સોમનાથ
સો વાર કાશી એક વાર પ્રાચી એવા પ્રાચી તીર્થ માં હાલ શ્રાવણ માસ ચાલી રહેલ માસ નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ ધામ મોક્ષ પીપળા ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટી સંખ્યા મા યાત્રી ઓનો ઘસારો જોવા મળી રહ્યો છે સુપ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલા અતિ પ્રાચીન મોક્ષ પીપળો છે
તેમજ પ્રાચી તીર્થ માંથી પસાર થતી પૂર્વ વાહીની સરસ્વતિ નદી કિનારે બિરાજમાન મધવરાયજી નું પ્રાચીન મંદિર છે તેમજ પવિત્ર સરસ્વતી ઘાટ છે તેમજ પ્રાચીન અલગ અલગ છ શિવ મંદિરો આવેલા છે મળતી માહિતી મુજબ પ્રાચી તીર્થ પિતૃ તર્પણ માટે પ્રચલિત હોવાથી દૂર દૂર થી યાત્રીઓ પ્રાચી તીર્થ માં આવી પિતૃ ઓ ના મોક્ષ માટે પવિત્ર સરસ્વતી ઘાટ માંપવિત્ર સ્નાન કરી મોક્ષ પીપળે પાણી રેડી વિધિ વત પૂજા અર્ચના કરી દાન દક્ષિણા આપી મધવરાયજી ના દર્શન કરી ધન્યતા અનુભવે છે પ્રાચી તીર્થ માં પિતૃ માસ માં યાત્રી ઓ મોટી સંખ્યા માં જોવા મળે છે જેમાં શ્રાવણ માસ મહિના માં. ભાદરવા મહિના માં.અને કારતક મહિના માં દૂર દૂર થી લોકો આવી અહીંયા પ્રાચી તીર્થ ના બ્રાહ્મણો દ્વારા વિધિ વત પિતૃ કાર્ય કરાવે છે શ્રાવણ માસના છેલ્લા દિવસો એટલે કે તેરસ ચૌદસ અને અમાસ દિવસે પાણી રડવાનો માં મહત્વ વધારે હોવાથી પ્રાચી તીર્થમાં આવેલ મોક્ષ પીપળે ભારે માત્ર માં યાત્રિકોનો ઘસારો જોવા મળશે જેમાં સોમનાથ થી પ્રાચી આવવા માટે ૨૭. કિલોમીટરના અંતરે આવેલું છે. અને તાલાળા ત્યાં આવું હોય તો 18 કીલોમીટર ના અંતરે આવેલું છે ઉના થી આવું હોય તો પ્રાચીમાં 65. કિલોમીટરને અંતરે આવેલું છે
અહેવાલ :- દિપક જોશી (ગીર સોમનાથ)