પ્લાસ્ટિક મુક્ત અંબાજી, અંબાજી મંદિર દ્વારા યાત્રિકો માટે કપડાં ની થેલીઓ માટે વેડિંગ મશીન અને ખાલી પ્લાસ્ટિક બોટલો માટે ક્રસર મશીન મુકાયા

પ્લાસ્ટિક મુક્ત અંબાજી, અંબાજી મંદિર દ્વારા યાત્રિકો માટે કપડાં ની થેલીઓ માટે વેડિંગ મશીન અને ખાલી પ્લાસ્ટિક બોટલો માટે ક્રસર મશીન મુકાયા

બનાસકાંઠા :

યાત્રાધામ અંબાજી માં ક્રસર મશીન મૂકી.પ્રદુષણ ને ડામવાનો નવતર પ્રયોગ.માઈ ભક્તો પ્રસાદ વિગેરે માં પ્રસાદ માટે પ્લાસ્ટિક ની થેલી નો ઉપયોગ કરતા હતા. તેનાથી પરિયવરણ ને નુકસાન થાય છે . તેથી અંબાજી મંદિર મા હવે પ્લાસ્ટિક નો ક્રસર થી પ્લાસ્ટિક નો નાસ થાસે.

પ્લાસ્ટિક થી ફેલાતા પ્રદુષણ અને વન પર્યાવરણ ને પણ ભારે નુકશાની થતી હોય છે. જેથી અનેકો મૂંગા પશુઓ પણ પ્લાસ્ટિક ખાઈને મોત ના ભેટે ચઢતા હોય છે. તેવી બાબતો ને ને ધ્યાને લઇ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પૂર જોશ થી પ્લાસ્ટિક મુક્ત અભિયાન ચલાવી રહી છે. તેને લઈને અનેકો કાર્યક્રમો અને યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.

 

ત્યારે શક્તિપીઠ અંબાજી ધામ માં પણ પ્લાસ્ટિક મુક્ત અંબાજી કરવાનું અભિયાન અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ ઉપડ્યુ છે. જેને લઇ અંબાજી મંદિર માં પ્રસાદ માટે અપાતી પ્લાસ્ટિક ની થેલીઓ સામે હવે કપડા ની થેલીઓ ના વિતરણ માટે ખાસ ઓટોમેટિક વેડિંગ મશીન મુકવામાં આવ્યા છે. અંબાજી મંદિર આ વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી એ આ વેડિંગ મશીન ને પૂજા વિધિ કરી ખુલ્લું મૂક્યું હતું. આ મશીન થી યાત્રિકે માત્ર 5 રૂપિયા નું એક સિક્કો આ વેડિંગ મશીન માં નાખવાથી ઓટોમેટિક કપડાં ની થેલી બહાર આવે છે. જેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ પ્રસાદ રાખવા માટે કરી શકે છે. જો મોટી થેલી જોઈતી હોય તો રૂપિયા 10 નો સિક્કો નાખવાથી મોટી થેલી પણ મેળવી શકે છે. આમ હાલ ટ્રાયલ બેઝ ઉપર બે મશીન મુકવામાં આવ્યા છે. અને આગામી સમય માં વધુ મશીનો પણ મુકવાની વ્યવસ્થા કરવામાં આવશે.

 

વધુ મા કૌશિક મોદી (વહીવટદાર અને અધિક કલેકટર) જણાવ્યું હતું કે યાત્રાધામ અંબાજી પ્લાસ્ટિક મુક્ત કરવા માટે અંબાજી મા પીવાના પાણી ની બોટલો સહીત અન્ય ઠંડા પીણાં ની બોટલો પણ જે પ્લાસ્ટિક ની હોય છે તે લોકો દ્વારા જ્યાં ત્યાં નાખી દેવામાં આવતી હોય છે. તેના માટે પણ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્ટેટ બેન્ક અંબાજી ના સૌજન્ય થી ઓટો મેટિક પ્લાસ્ટિક બોટલ ક્રસર મશીન મુકવામાં આવ્યા છે. જેમાં લોકો ખાલી બોટલો નાખી જાતે ક્રસ કરી શકશે તેનો કોઈપણ જાત નો ચાર્જ લેવામાં આવતો નથી.

 

અહેવાલ :- રાજેશ જોષી ( બનાસકાંઠા )