વડોદરા: રાજ્યમાં ટુ-વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજીયાત કરાયું છે, હવે સરકારી અને પોલીસ કર્મચારીઓ માટે પણ તે કડક રીતે લાગુ કરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા જારી કરાયેલા પરિપત્ર અનુસાર, તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજીયાત હેલ્મેટ પહેરવું જરૂરી છે.
પોલીસે ઝુંબેશની શરૂઆત પોતાનું ઘર સંભાળી
રાજ્ય પોલીસ વડાના આદેશને અમલમાં મૂકવા વડોદરા શહેર પોલીસે પોતાના ઘરથી જ કાર્યવાહી શરૂ કરી, એટલે કે શહેર પોલીસ કમિશનર કચેરીની બહાર જ ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવી.
હાઇકોર્ટના આદેશ બાદ હેલ્મેટ અંગે કડક અમલ
રાજ્યમાં હાઇકોર્ટે ટુ-વ્હીલર હેલ્મેટ ફરજીયાત કરવાના મુદ્દે રાજ્ય સરકારને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. જેને અનુસરી રાજ્ય પોલીસ વડાએ તમામ સરકારી અને પોલીસ કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત હોવાનો પરિપત્ર બહાર પાડ્યો.
- શહેરની મુખ્ય સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસ તૈનાત
- પોલીસ કમિશનર કચેરી, તમામ પોલીસ મથકો અને ચોકીઓ પર ચેકિંગ ડ્રાઇવ
- કાયદાનો ભંગ કરનારા કોઈને પણ છૂટછાટ નહીં
30થી વધુ સરકારી અને પોલીસ કર્મચારીઓ હેલ્મેટ વિના ઝડપાયા
બપોરે 12 વાગ્યા સુધીમાં, શહેરની વિવિધ સરકારી કચેરીઓ અને પોલીસ મથકો બહાર 30થી વધુ કર્મચારીઓ હેલ્મેટ વિના ઝડપાયા.
- પોલીસ અને અન્ય સરકારી કર્મચારીઓ દંડાયા
- ટ્રાફિક પોલીસ દ્વારા મેમો ફટકારાયા
- કાયદાનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી
કઈ સરકારી કચેરીઓ પાસે ચેકિંગ ડ્રાઇવ હાથ ધરાઈ?
- પોલીસ ભવન
- કલેક્ટર કચેરી
- કુબેર ભવન
- નર્મદા ભવન
હેલ્મેટ ન પહેરનારા માટે કડક પગલાં લેવાની તજવીજ
હેલ્મેટ ન પહેરવાના કારણે અકસ્માતો દરમ્યાન જીવલેણ ઈજાઓના ઘણા બનાવો નોંધાયા છે. જેથી, હવે પોલીસ અને સરકારી કર્મચારીઓ માટે પણ હેલ્મેટ પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
વડોદરામાં આજથી શરૂ થયેલ આ ઝુંબેશ ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં વ્યાપી જશે.
અહેવાલ: ગુજરાત બ્યુરો