“ફ્રેન્ડસ ઓફ કેટલ” અભિયાન અંતર્ગત હરેશભાઈ ગજેરા દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળાને ૧૦૦ મણ લીલા ઘાસચારાનું દાન.

જૂનાગઢ — શહેરને સ્વચ્છ અને સુરક્ષિત રાખવા માટે, તેમજ જાહેર માર્ગો પર રખડતા ગૌવંશને નિયંત્રણમાં લેવા, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત, શહેરમાંથી પકડાયેલા ગૌવંશને મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે. હાલમાં આ ગૌશાળામાં કુલ ૭૦૨ ગૌવંશની સંભાળ લેવામાં આવી રહી છે.

તા. ૦૭/૦૮/૨૦૨૫ના રોજ “ફ્રેન્ડસ ઓફ કેટલ” અભિયાન હેઠળ, હરેશભાઈ રમેશભાઈ ગજેરા દ્વારા ગૌશાળાને ૧૦૦ મણ લીલા ઘાસચારાનું ઉદાર દાન આપવામાં આવ્યું. આ સાથે, તા. ૦૮/૦૮/૨૦૨૫ના રોજ મહાનગરપાલિકા, જૂનાગઢના કર્મચારીશ્રીઓના જન્મદિન નિમિત્તે, સોનગરા હસમુખભાઈ દ્વારા રૂ. ૧૦૦૦, કાળુભાઈ મકવાણા દ્વારા રૂ. ૧,૧૦૦ અને ડૉ. રાહુલ વાણીયા દ્વારા રૂ. ૫૦૦નું રોકડ દાન આપવામાં આવ્યું.

શહેરના નાગરિકોના મત મુજબ, દાન અને ગૌશાળાની સેવા પ્રશંસનીય છે, પરંતુ રખડતા ઢોરની સમસ્યાનો મૂળથી ઉકેલ લાવવા મહાનગરપાલિકાએ વધુ સક્ષમ અને કડક કામગીરી હાથ ધરવાની તાતી જરૂર છે, જેથી જૂનાગઢ શહેરમાં એકપણ રખડતું ઢોર જોવા ન મળે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ