બગવાડા-વાપી સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક લેવાના કારણે પોરબંદરથી દોડતી 2 ટ્રેનો પ્રભાવિત થશે

પશ્ચિમ રેલ્વેના બગવાડા-વાપી સેક્શનમાં એન્જિનિયરિંગ કાર્ય (RUB નું બાંધકામ) માટે 4 કલાકનો બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે, પશ્ચિમ રેલ્વેની કેટલીક ટ્રેનો ને રિશેડ્યૂલ અને રેગુલેટ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના પોરબંદર સ્ટેશનથી દોડતી બે ટ્રેનોને પણ અસર થશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, પ્રભાવિત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

  1. ૧૪ જાન્યુઆરી, ૨૦૨૫ (મંગળવાર) ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નંબર ૨૦૯૬૮ પોરબંદર – સિકંદરાબાદ સુપરફાસ્ટ એક્સપ્રેસનો સમય ૨ કલાક ૧૦ મિનિટ રિશેડ્યૂલ કરવામાં આવશે.
  2. ૧૩ જાન્યુઆરી, ૨૦૨૫ (સોમવાર) ના રોજ પોરબંદરથી ઉપડતી ટ્રેન નં. ૧૯૦૧૬ પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસનો સમય ૧ કલાક ૪૦ મિનિટ રિશેડ્યૂલ કરવામાં આવશે. ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)