બનાવટી નંબર પ્લેટ બનાવી સરકાર સાથે છેતરપીંડી કરનાર આરોપી 6 માસ બાદ ઝડપાયો.

જૂનાગઢ “એ” ડિવિઝન પોલીસે વાહનની બનાવટી નંબર પ્લેટ બનાવી સરકાર સાથે છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો છે.

વિગત મુજબ, જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા સાહેબ અને જુનાગઢ વિભાગ નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર નાસતા ફરતા ગુનેગારોને ઝડપવા ખાસ ચક્રગતિ કરાઈ હતી.

તેના ભાગરૂપે, જુનાગઢ “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.ર. નં. ૧૧૨૦૩૦૨૩૨૪૧૨૮૧/૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૬૨) હેઠળ કામેનો નાસતો ફરતો આરોપી દિલીપભાઈ દેવીદાસભાઈ બસરાણી (રહે. ગાંધીગ્રામ, ઇવનગર રોડ, ઝફર મેદાન સામે, જુનાગઢ) સામે કેસ દાખલ હતો. આરોપીએ ટ્રાવેલ્સના ધંધા દરમ્યાન વાહનની બનાવટી નંબર પ્લેટ તૈયાર કરી સરકાર સાથે છેતરપીંડી કરી હોવાની નોંધપાત્ર વિગતો બહાર આવી હતી.

આ આરોપી વિરુદ્ધ વોરંટ પણ કાઢવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા છ માસથી પોતાનું લોકેશન બદલીને સતત નાસતો ફરતો હતો. દરમ્યાન એ.એસ.આઇ. ભદ્રેશભાઈ રવૈયા તથા પોલીસ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ સોલંકી અને નરેન્દ્રભાઈ બાલસને બાતમી મળી કે આરોપી ચોરવાડ ગામે મુકામે આવેલ છે. પોલીસે ચકાસણી કરતા આરોપી ત્યાંથી ઝડપાઈ ગયો.

👉 ઝડપાયેલ આરોપી :
દિલીપભાઈ દેવીદાસભાઈ બસરાણી (ટ્રાવેલ્સનો ધંધો), રહે. જુનાગઢ ગાંધીગ્રામ, ઇવનગર રોડ, ઝફર મેદાન સામે.

👉 સારી કામગીરી કરનાર અધિકારીઓ/કર્મચારીઓ :

  • પો. ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર

  • એ.એસ.આઇ. બી.એ. રવૈયા

  • પો. હેડ કોન્સ. તેજલબેન સિંધવ

  • પો. કોન્સ. કલ્પેશભાઈ ચાવડા, જીગ્નેશભાઈ શુકલ

  • પંકજભાઈ સાગઠીયા, જયેશભાઈ કરમટા, અજયસિંહ ચુડાસમા

  • નીતીનભાઈ હીરાણી, વિક્રમભાઈ છેલાણા

  • નરેન્દ્રભાઈ બાલસ, જુવાનભાઈ લાખણોત્રા

આ તમામે સાથે રહી સારી કામગીરી કરી હોવાની નોંધપાત્ર કામગીરી પોલીસે જાહેર કરી છે.

📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ જાદવ, જુનાગઢ