પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ દ્વારા ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડનાં અધિકારી તથા કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જંમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
જે અનુસંધાને ભાવનગર,પેરોલ ફર્લો સ્કવોડના માણસોને બાતમી મળેલ કે, બનાસકાંઠા જિલ્લાના છાપી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હાના કામે નાસતાં-ફરતા આરોપી દેવરાજસિંહ રણજીતસિંહ ઝાલા રહે.ભાવનગરવાળા હાલ ભરતનગર, લાલાબાપા ચોકમાં ઓમ શિવ સાડાની દુકાન પાસે ઉભો છે. જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં નીચે મુજબનાં નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવતાં તેની પુછપરછ કરતાં નીચે મુજબના ગુન્હામાં નાસતો-ફરતો હોવાનું જણાય આવેલ. જેથી આગળની વધુ તપાસ માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી છાપી પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ છે.
નાસતા-ફરતાં આરોપીઃ-👇
દેવરાજસિંહ રણજીતસિંહ ઝાલા ઉવ.૫૨ ધંધો-ડ્રાયવીંગ રહે.પ્લોટ નં.૧૮૮, શિક્ષક સોસાયટી, ભરતનગર, ભાવનગર
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ– 👇
ઇ.ચા. પોલીસ ઇન્સ. કે.એસ.પટેલ તથા પોલીસ કર્મચારી મહિપાલસિંહ ચુડાસમા,ઇમ્તિયાઝખાન પઠાણ, ચંદ્દસિંહ વાળા, સંજયસિંહ ઝાલા, અલ્ફાઝભાઇ વોરા.
અહેવાલ :- સતાર મેતર સાથે સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)