સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત રાજ્ય કક્ષાની સ્પર્ધા પંચમહાલના ગોધરામાં યોજાઈ હતી. જેમાં બહેજ પ્રાથમિક શાળા ની વિદ્યાર્થિનીઓ દ્વારા બ્રોન્ઝ ( કાષ્ય ચંદ્રક) મેળવી શાળા નુ નામ રોશન કર્યું હતું.
સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પંચમહાલ ના ગોધરા ખાતે રાજ્ય કક્ષા ની સ્પર્ધા નું આયોજન કરાયું હતું . જેમાં રાજ્યભર માંથી ઘણી શાળા દ્વારા અલગ અલગ સ્પર્ધા માં ભાગ લીધો હતો . જેમાં ખેરગામ તાલુકાના બહેજ ગામ ની પ્રાથમિક શાળામાં માંથી 4 વિદ્યાર્થિની ઓ 1. સેવરા રવિના 2. રાઉત મિત્તલ 3. પ્રેજી આહીર 4. જાદવ રિયા દ્વારા ( 4 × 400 ) ની રિલે દોડ માં બ્રોન્ઝ ( કાષ્ય ચંદ્રક ) મેડલ મેળવી બહેજ ગામ શાળા અને પરિવાર નું નામ રોશન કર્યું હતું.
બહેજ પ્રાથમિક શાળા ના આચાર્ય -દોડવીર શિક્ષક પ્રવીણભાઈ ગુલાબભાઈ પટેલે જણાવ્યું હતું કે – બાળાઓને સ્પોર્ટસ શાળામાં ગયા ને ચાર મહિના થયા જેટલો જ સમય થયો છે, જેમાં આટલો સુંદર સફળતા પ્રાપ્ત કરી છે આ સાથે શાળા ના કૉચનુ કહેવું હતું કે પ્રેઝી આહીરનું ભાવી ખુબ જ ઉજ્જવળ છે. અને ભવિષ્ય માં ચોક્કસ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં રમી નામ રોશન કરી શકે એવી કાબેલિયત છે. શાળાના આચાર્ય શિક્ષકગણ આગેવાનોએ ચારેય બાળવીરાની સિદ્ધિ ને બિરદાવી વધુ સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ :- અંકેશ યાદવ , (ખેરગામ)