
ગાંધીનગર:
બાગાયત ખાતા દ્વારા 2025-26 માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઇ ખેડૂત પોર્ટલ 2.0 ખૂલ્લું મુકવામાં આવ્યું છે. આ પોર્ટલ પર 31 મે સુધી નોંધણી કરી વધુ લાભ ઉઠાવવા માટે ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આ નવીન પોર્ટલ દ્વારા કૃષિ યાંત્રિકીકરણ, ફળ પાકો, ફુલ પાકો, મધમાખી ઉછેર અને અન્ય બાગાયત કાર્યક્ષમતા માટે સહાય માટે અરજી કરી શકાય છે.
ખેડૂતોએ પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકશે. નોંધણી પછી, પોર્ટલ પર અરજીઓ સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાથી અરજી કન્ફર્મ થશે. ત્યારબાદ, ખેડૂતોએ આ અરજીની પ્રિન્ટ લઇ રાખવી જરૂરી છે, અને મંજૂરી પછી ક્લેઇમ સબમીટ કરવાની પ્રક્રિયા નાયબ બાગાયત નિયામકની કચેરી, નગર પાલિકા, વીનાયક પ્લાઝા, ત્રીજો માળ, વેરાવળ ખાતે આપવી રહેશે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ