સુરત: શહેરમાં વરસાદે સતત બીજા દિવસે પણ ધમાકેદાર બેટિંગ કરી હતી. મોસમના શરૂઆતી વરસાદે સુરતની મનપાની કામગીરીની કમી એકવાર ફરી ઉઘાડી પાડી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને સરથાણા વિસ્તારમાં વરસાદી પાણી પાણી ભરાયા હતા. મહત્વનું છે કે સરથાણા પોલીસ સ્ટેશનના અંદર પણ વરસાદી પાણી ઘૂસતા પોલીસ કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકજામ, નાળા ઊફાંયા અને રસ્તાઓ પર કાદવ-કચરો વહેતો જોવા મળ્યો હતો. વરસાદી પાણીની સમસ્યા લોકોને હાલાકીમાં મુકતી રહી છે.
ભારે વરસાદથી મનપાની પ્રિ-મોન્સૂન તૈયારી ફરી એકવાર પ્રશ્નચિહ્ન હેઠળ આવી છે. સ્થાનિક લોકોએ તંત્રની બેદરકારી સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે.
શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણીની સમસ્યા યથાવત છે અને સતત વરસાદને લીધે તંત્રની તાત્કાલિક કામગીરીની જરૂરિયાત ઊભી થઈ છે.
અહેવાલ : – બ્યુરો રિપોર્ટ