બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યાલય, અબ્રામાનું ગૌરવ

નવસારી: તારીખ :02 થી 06 ડિસેમ્બર 2024 ના રોજ રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવ-2024 જે આર. આઈ. ઈ. કેમ્પસ ભોપાલ મુકામે યોજાયો હતો. રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવ-2024 માં દ્રશ્યકલા(2D અને 3D) માં વિષય હતો ” વિકસિત ભારત “. સમગ્ર ભારત દેશ માંથી 32 રાજ્ય ના બાળ કલાકારોએ ભાગ લીધેલ હતો. વિકસિત ભારતના વિષયને લઈને ત્રણ દિવસ દરમિયાન સખત પરિશ્રમ વિકાસશીલ ભારત દેશના વિવિધ પાસાઓ જેવા કે વિજ્ઞાન અને ટેકનોલોજી યુગમાં ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા બનાવનાર વિવિધ રોકેટ લોન્ચર ની પ્રતિકૃતિ, ભારત દેશના સમુદ્ર કિનારાની સુરક્ષા કરતા નેવી જવાનો દ્વારા સમુદ્ર કિનારાની રક્ષા કરતી ઝલક, પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરતાં ઉપકરણ એવી પવનચક્કી, મોસમ અને દૂરસંચાર વિભાગના ઉપકરણો, હાલની વિકસિત ભારત માટે ખૂબ જ ઉત્તમ એવા પ્રોજેક્ટ મેટ્રો પ્રોજેક્ટ ની મેટ્રો ટ્રેન અને ભારતની લોક સંસ્કૃતિની ઝાંખી આ સમગ્ર કૃતિમાં આવરી લઇ ખૂબ જ સુંદર કલાકૃતિ બનાવી હતી.

એમા “દ્રશ્યકલા(2ડી અને 3ડી)” માં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યાલય, અબ્રામા ની ધોરણ 10 ની વિદ્યાર્થીની કુમારી ફ્લેષા વિપુલ પટેલ સમગ્ર રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવમાં “દ્રશ્યકલા(2ડી અને 3ડી)” માં ” *તૃતીય * સ્થાન હાંસલ કર્યું છે. એ બદલ કુમારી ફ્લેષા વિપુલ પટેલ ને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ અને તૈયાર કરાવનાર શિક્ષિકા મિતાલીબેન પટેલને પણ ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ. આ સમગ્ર સિદ્ધિની યસ ગાથામાં ગુજરાત રાજ્યના સમગ્ર શિક્ષા ગુજરાત ખાતે એસ.ડી.પી. શ્રી લલિત નારાયણસિંહ સંદુ સાહેબ ના સલાહ સુચન અને આશીર્વાદ ખુબ ફળદાય નીવડ્યા હતા તથા પટેલ સાહેબ, ચૌધરી સાહેબ અને આર.એ. પરબડીયા સાહેબો દ્વારા સતત વિજયલક્ષી આદર્શ માર્ગદર્શન મળતું રહ્યું હતું.

સમગ્ર સ્પર્ધા દરમિયાન શ્રી જશુભાઈ પરમાર સાહેબ, શ્રી ભરતસિંહ વાઘેલા સાહેબ અને શ્રીમતી માયાબેન રાઠોડ મેડમનો સતત સહકાર અને પ્રેરણા થકી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી શાળાનું, વલસાડ જિલ્લાનું અને ગુજરાત રાજ્ય નું નામ રાષ્ટ્રીય કક્ષાના કલા ઉત્સવ-2024 માં રોશન કરવા બદલ આચાર્યશ્રી અમિતસિંહ પરમાર તથા ડાયરેક્ટર શ્રી માનસિંગ ઠાકોર સાહેબ દ્વારા શાળા પરિવાર વતી દિલથી ખુબ ખુબ અભિનંદન પાઠવે છે અને અભ્યર્થના પાઠવીએ છીએ અને ભવિષ્યમાં ખુબ પ્રગતિ કરી શાળાનું તથા કલાકાર અને શિલ્પકાર પિતા શ્રી વિપુલ ડાહ્યાભાઈ પટેલ અને એમના પરિવારનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ.

અહેવાલ: આરીફ શેખ (નવસારી)