બોટાદના બરવાળા તાલુકામા પ્રાંત અધિકારીશ્રી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી એસ.વી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરાઇ.

બોટાદ

ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં અને બરવાળાના પ્રાંત અધિકારીશ્રી તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી એસ.વી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને બરવાળા તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મામલતદાર કચેરીના સભાખંડમાં આયોજિત કરવામાં આવી હતી.

તાલુકા કક્ષાએ લોકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તથા જનતાને સ્પર્શતા તાલુકાના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા અને કામગીરી સ્થાનિક રીતે વધુ અસરકારક રીતે થઈ શકે તે માટે બરવાળા તાલુકાની જુલાઈ 2024ની તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં તાલુકા કક્ષાએ લોકોને સ્પર્શતા રસ્તાના કામો, ટ્રાફિક નિયમન તથા શહેરી કક્ષાએ ગટર તથા ડ્રેનેજ સહિતના વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

બેઠકના અંતે લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન જાગૃતિ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ બાળ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી તથા તેમના સહાયક સ્ટાફ તેમજ જીએસઆરટીસી બરવાળા એસટી ડેપો મેનેજરને ધારાસભ્યશ્રી કાળુભાઇ ડાભી તથા બરવાળા પ્રાંત અધિકારી શ્રી એસ.વી.ચૌધરી તથા બરવાળા મામલતદાર શ્રી સી.આર. પ્રજાપતિના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)