બોટાદ
બોટાદ જિલ્લા સેવા સદન ખાતે સ્થિત કલેકટર કચેરીમાં કાર્યરત કર્મયોગીઓના સ્વાસ્થ્યની દરકાર લેતા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કચેરી ખાતે જ યોગ તથા ફિટનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરનું સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ફિટનેસ સેન્ટર ખાતે જીમના વિવિધ આધુનિક સાધનો મૂકવામાં આવ્યા છે જેથી અહી કાર્યરત કર્મયોગીઓ ફીટ અને એક્ટિવ રહી કામગીરી કરી શકશે. આ યોગ તથા ફિટનેસ સેન્ટર સી.એસ.આર. પ્રવૃત્તિ અંતર્ગત બનાવવામાં આવ્યું છે.
આ ઉદઘાટન સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર, ગઢડાના ધારાસભ્ય શ્રી શંભુપ્રસાદજી ટુંડિયા, બોટાદ જિલ્લા અગ્રણી શ્રી મયુરભાઈ પટેલ, જિલ્લા કલેકટર ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે.એફ.બલોલિયા, નાયબ વન સંરક્ષક શ્રી આયુષ વર્મા સહિતના અગ્રણીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)