“બ્રેસ્ટ ફિડીંગ સપોર્ટ ફોર ઓલ”ની થીમ ઉપર આઈ.સી.ડી.એસ. શાખા મહાનગર પાલિકા જુનાગઢ દ્વારા સ્તનપાન સપ્તાહ ની ઉજવણી.

જૂનાગઢ

Advertisement

મહાનગર પાલિકા, જુનાગઢ હેઠળના તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે “બ્રેસ્ટ ફિડીંગ સપોર્ટ ફોર ઓલ”ની થીમ ઉપર સ્તનપાન સપ્તાહ ના અંતિમ દિવસની ઉજવણી તા.૭/૮/૨૪ ના રોજ કરવામાં આવેલ આ ઉજવણીમાં આઈ.સી.ડી.એસ. શાખા,મહાનગરપાલિકા, જુનાગઢ ના પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે તથા તાબા હેઠળના ઘટક જુનાગઢ – ૧ (અર્બન) ના બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ડોલીબેન દોશી દ્વારા સગર્ભા બહેનો, ધાત્રીમાતા તેમજ અન્ય મહિલાઓને સ્તનપાન વિશે માહિતગાર કરવામાં આવેલ તેમજ Take home Rashan (માતૃશક્તિ) માંથી બનતી વાનગીઓનું નિદર્શન કરવામાં આવેલ તેમજ સરકારશ્રીની મહત્વની “મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના” વિશે સમજણ આપવામાં આવેલ તેમજ તમામ આંગણવાડી કેન્દ્ર ખાતે આંગણવાડી કાર્યકર દ્વારા સુપોષણ સંવાદ ટેકઅવે દ્વારા સ્તનપાનથી થતા ફાયદા વિશે લાભાર્થીઓને વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)‌

Advertisement